દિલ્હી એનસીઆર

આપણા આજના નિર્ણયોની ગુંજ દાયકાઓ સુધી સાંભળવા મળશે : ઓમાન સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર સાઈન કરવા પર મોદીનું પ્રવચન

નવી દિલ્હી,ફોટો સૌજન્ય .પીટીઆઇ& એચ ટી ગૃપ

નવી દિલ્હી,
ઓમાનના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિઝનેસ સમીટને સંબોધન કરતા કહ્યું હતું કે બન્ને દેશો વચ્ચેના સંબંધો વિશ્વાસના પાયા પર બન્યા છે અને દોસ્તીની તાકાતથી આગળ વધીને ગાઢ થયા છે. આજે લેવાતા નિર્ણયો-કરારની ગૂંજ આવતા દાયકાઓ સુધી સાંભળવા મળશે.

તેમણે કહ્યું કે ભારત-ઓમાન વચ્ચેના રાજદ્વારી સંબંધોને 70 વર્ષ થઈ ગયા છે આ 70 વર્ષનો જશ્ન નથી પરંતુ મજબૂત પાયો છે. આપણી સદીઓ જુની વિરાસતને ખુશખુશાલ ભવિષ્ય તરફ દોરી જાય છે. ભારતીયો બન્ને દેશોના સંબંધોને ગાઢ બનાવવામાં ભૂમિકા ભજવે છે. આ ફોરમ આપણા બિઝનેસ સંબંધોમાં નવી ઉર્જા નાખશે અને વિકાસના નવા અવસર શોધશે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, અમે ભારતીય કયાંય પણ જઈએ અથવા રહીએ, અમે હંમેશા વિવિતાનું સન્માન કરીએ છીએ. અમે અમારા નવા માહોલની સંસ્કૃતિ અને રિત રિવાજોને સરળતાથી અપનાવી લઈએ છીએ. અહીં ઓમાનમાં મેં ખુદે આ જોયું છે. ભારતીય સમુદાય એકસાથે રહેવા અને સહયોગનું જીવતું-જાગતું ઉદાહરણ છે.

ઓમાનમાં સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે આજે આપણે એક એવો ઐતિહાસિક નિર્ણય લઈ રહ્યા છીએ, જેની ગુંજ આવનારા દાયકાઓ સુધી સંભળાશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!