અમદાવાદ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ પ્રથમ વખત ગુજરાત આવેલા નીતિન નબીનનું ભવ્ય સ્વાગત ચૂંટણી આવતા હાફ પોલીટીકલ પાર્ટીઓ સક્રિય બની જાય છે : ગુજરાત પહોંચતા નીતિન નબીનનો વિપક્ષ પર પ્રહાર

અમદાવાદ & યંગ ગુજરાત ન્યૂઝ ડીજીટલ ટીમ.સાભાર.સા.સમાચાર

અમદાવાદ એરપોર્ટ પર અભિવાદન બાદ કાર્યકર્તાઓને સંબોધન : સરદાર પટેલને યાદ કર્યા, વડાપ્રધાન મોદી અને અમીત શાહના નેતૃત્વને અંજલિ : કાર્યકર્તાઓને વંદન કર્યા
સાંજ સમાચાર

♦ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ સહિત હજારો કાર્યકર્તાઓ રાષ્ટ્રીય પ્રમુખના સ્વાગત માટે ઉમટ્યાઃ વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા

મને ગુજરાતની ધરતી પર આવવાનું સદ્ભાગ્ય મળ્યું છે, હું સૌને નમન કરું છું અને ગુજરાતના વરિષ્ઠ કાર્યકર્તાઓનો આભાર પણ માનું છું. જે રીતે ગુજરાતનું નેતૃત્વ થાય છે અને ગુજરાત જે રીતે દેશનું નેતૃત્વ કરી રહ્યું છે તેને હું વંદન કરું છું.

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ બન્યા બાદ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવેલા શ્રી નીતિન નબીનું અમદાવાદ વિમાન મથકે ભવ્ય સ્વાગત બાદ કાર્યકર્તાઓના સંબોધનમાં સરદાર પટેલને પણ યાદ કર્યા હતા. અને તેમના જાહેર અભિવાદન કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી જગદિશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપના સંગઠન તથા સરકારના ટોચના નેતાઓ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત હતાં.

ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા નીતિન નબીને આજે બપોરે 3-30 કલાકે પક્ષના સાંસદો અને ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી અને સાંજે તેઓ ગાંધીનગરમાં બજેટ અંગેની બેઠકમાં ભાગ લેશે તથા તા.21 અને 22 ફેબ્રુઆરીએ તેમના કાર્યક્રમો ભરચક છે.

શ્રી નબીને તેમના સંબોધનમાં ભાજપને સંપૂર્ણ પોલીટીકલ પાર્ટી ગણાવતા ઉમેર્યું કે ચૂંટણી આવતા હાફ પોલીટીકલ પાર્ટીઓ સક્રિય થઇ જાય છે. તેઓએ એ પણ ઉમેર્યું કે સરદાર પટેલે સમગ્ર દેશને એક કરવાનું કામ કર્યું છે અને ગુજરાતે અનેક મહાપુરુષોને જન્મ આપ્યો છે તેને હું વંદન કરું છું અને પક્ષના આ વિસ્તારમાં બુથ લેવલથી લઇ તમામ કાર્યકર્તાઓનો ફાળો છે.

તેમણે કહ્યું કે ગુજરાતના આંદોલને દેશને દિશા બતાવી છે અને ફક્ત પરિવર્તન નહીં પરંતુ વિકાસ માટેનો રાહ બતાવ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ નીતિન નબીને આવકારતા કહ્યું કે પક્ષના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રથમ વખત ગુજરાત આવ્યા છે અને તમામ કાર્યકર્તાઓ વતી હું તેમનું સ્વાગત કરું છું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!