ટોચના સમાચાર

બંધુત્વની ભાવનાથી હટશે ભેદભાવ : મેરઠમાં ખેલાડીઓ સાથે મોહન ભાગવતનો સંવાદ

યંગ ગુજરાત ન્યૂઝ ડીજીટલ ટીમ.સાભાર.સા.સમાચાર

બંધુત્વની ભાવનાથી હટશે ભેદભાવ : મેરઠમાં ખેલાડીઓ સાથે મોહન ભાગવતનો સંવાદ

મેરઠ તા.21
અત્રે ખેલાડીઓ સાથે સંવાદ ગોષ્ઠિમાં સર સંઘ સંચાલક મોહન ભાગવતે હિન્દુ સમાજની એકતા સંઘને પૂરી રીતે જાણવા પર જોર આપ્યું હતું. તેમણે સ્પષ્ટ કયુર્ં હતું કે બંધુત્વની ભાવનાથી જ સમાજમાંથી જાતિવાદ, ભેદભાવ, અસમાનતા મટી શકે છે, જોકે મોહન ભાગવત યુજીસી સાથે સંકળાયેલા સવાલો પર મૌન ધારણ કરી લીધુ હતું. તેમનું કહેવું હતું કે બંધુત્વની ભાવના જ સમાજને એક રાખશે.  ખેલાડીઓ સાથે સંવાદમાં મોહન ભાગવતે જણાવ્યું હતું કે સંઘનું કામ માત્ર પોતાનું નામ કરવાનું નથી, બલકે દેશનું નામ મોટું કરવાનું છે.

તેમણે ખેલાડીઓને કહ્યું હતું કે માત્ર રમત અને રાજનીતિથી સંઘને સમજી ન શકાય. સંઘને સમજવા માટે અંદર આવીને કામ કરવું પડશે.  ભાગવતે કહ્યું હતું કે સંઘને સત્તાની અભિલાષા નથી. સંઘનો મૂળ ઉદેશ સમસ્ત હિન્દુ સમાજને સંગઠીત કરવાનો છે. સંઘ કોઈ વર્ગ વિશેષના વિરોધ કે કોઈની સાથે સ્પર્ધા માટે કામ નથી કરતો.

શતાબ્દીનગર સ્થિત માધવકુંજમાં લગભગ 950 રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સાથે સંવાદ કરતા ભાગવતે કહ્યું હતું કે કેટલાક લોકો સંઘને સમાવેશી માને છે. તેમણે એ સમજવું જોઈએ કે આ રાષ્ટ્ર ભગવાન શ્રીરામ, શ્રીકૃષ્ણ, મહાવીર, સ્વામી વિવેકાનંદ, સ્વામી દયાનંદ અને મહાત્મા ગાંધીનું છે. ભારતને માત્ર ભૌગોલિક સીમામાં બાંધી ન શકાય.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!