અમદાવાદ

નવા શૈક્ષણિક વર્ષથી શિક્ષકોને કોઇ બિન શૈક્ષણિક કે વહિવટી ફરજ નહીં સોંપાય : વર્ષે 800 થી 1000 કલાક ભણાવવાનું ફરજીયાત થશે

અમદાવાદ

નવા શૈક્ષણિક વર્ષથી શિક્ષકોને કોઇ બિન શૈક્ષણિક કે વહિવટી ફરજ નહીં સોંપાય : વર્ષે 800 થી 1000 કલાક ભણાવવાનું ફરજીયાત થશે

અમદાવાદ, તા.20
સ્કુલમાં ભણાવતા શિક્ષકોને જુદા-જુદા સરકારી વહીવટી કામગીરી સોંપવા સામે વખતો વખત ઉઠતા ઉહાપોહ વચ્ચે સરકારે પણ વલણ બદલાવવાની તૈયારી શરુ કરી છે. નવા શૈક્ષણિક વર્ષથી શિક્ષકોને બિનશૈક્ષણિક કે અન્ય કોઇ વહિવટી કામગીરી નહીં સોંપવાનું નક્કી કરવામાં આવ્યું છે. બાળકોને અભ્યાસ પ્રભાવિત ન થાય તેવો ઉદેશ છે.

રાજ્ય સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે શિક્ષકોને શિક્ષણ સિવાયની અન્ય જવાબદારીઓ સોંપવાથી બાળકોના અભ્યાસ પર અસર થાય છે. પરિણામોમાં નેગેટીવ પ્રભાવ માલુમ પડ્યો હતો. જેને પગલે શિક્ષણ માટે ન્યુનત્તમ કલાકો ફરજીયાત કરાશે. પ્રાથમિક શિક્ષણમાં 800 કલાક તથા માધ્યમિક શિક્ષકો માટે 1000 કલાક શિક્ષણ આપવાનું ફરજીયાત થશે. એટલે અન્ય કામગીરીમાંથી તેઓને મુક્તિ મળશે.

શિક્ષણ વિભાગના એક સીનીયર અધિકારીએ કહ્યું કે નવા 2026-27ના શૈક્ષણિક વર્ષથી શિક્ષકોને તબકકાવાર અન્ય કામગીરીમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકારના અભ્યાસમાં એવું બહાર આવ્યું છે કે શિક્ષકોને વખતો વખત 123 પ્રકારની બીનશૈક્ષણિક-વહીવટી ફરજ સોંપવામાં આવે છે. હવે વ્હેલી તકે તેઓને બિનશૈક્ષણિક કે વહિવટી કામગીરીમાંથી મુક્તિ આપવાનો ઇરાદો છે.

સરકારી-વહીવટી કામગીરીમાંથી શિક્ષકોને મુક્તિ આપવાના વિકલ્પમાં આ કામ માટે કોને ફરજ સોંપવી તે વિશે પણ સરકાર દ્વારા મંથન શરૂ કરવામાં આવ્યું છે.
શિક્ષક સંઘો ઘણા વખતથી એવી રજુઆત કરતા જ હતા કે વર્ષે 100 દિવસ શિક્ષકોએ શિક્ષણ સિવાયની કામગીરી કરવી પડે છે. પરિણામે બાળકોને અભ્યાસ પ્રભાવિત થાય છે.

રસીકરણથી માંડીને મતદાર યાદી સુધારણા, ગ્રામસભા, આધાર નોંધણી, સ્વચ્છતા ઝુંબેશ સહિતની કામગીરીમાં જોડાવું પડે છે અને તેમાં 100થી વધુ દિવસો બગડે છે. આ દિવસોની સંખ્યા એક શૈક્ષણિક સેમેસ્ટર જેટલી થઇ જાય છે અર્થાત વર્ષમાં અર્ધોઅર્ધ દિવસો શિક્ષકો ભણાવી શકતા નથી.

તાજેતરમાં શ્વાન સંબંધી કામગીરી સોંપવા સંબંધી વિવાદ પણ થયો હતો અને તેમાં સરકારે સ્પષ્ટતા કરવી પડી હતી. મતદાર સુધારણા કાર્યક્રમ વખતે ચાર શિક્ષકોના મોત પણ થયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!