ઉત્તરાખંડ

સંઘની નજર યુપી – ઉત્તરાખંડના મહત્વના વિસ્તારો પર : બન્નેને ભેળવી ઉત્તરક્ષેત્ર બનાવાશે

પાણીપત & S.S.

પાણીપતમાં આરએસએસની અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં ફેરફારના માળખાને અંતિમ રૂપ

પાણીપત તા.16
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે દેશભરમાં પોતાના સંગઠનાત્મક માળખામાં ફેરફારનું માળખુ તૈયાર કર્યું છે. તેમાં સૌથી મહત્વનો ફેરફાર યુપી અને ઉતરાખંડના સંગઠનાત્મક માળખામાં કરાયો છે. સંઘે ઉતરપ્રદેશ અને ઉતરાખંડને મેળવીને ઉતરક્ષેત્ર બનાવવાનો ફેસલો કર્યો છે, જો કે તેની અધિકૃત જાહેરાત નથી કરાઈ. આ ફેરફાર વિધાનસભા ચુંટણી બાદ આવતા વર્ષે માર્ચથી લાગુ કરવામાં આવશે.

પાણીપત (હરિયાણા)ના સમાલખામાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની ત્રણ દિવસીય અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠકમાં અંતિમ દિવસે રવિવારે સંઘે સંગઠનાત્મક ફેરફારના માળખાને અંતિમ રૂપ આપ્યું છે. હાલ એ નકકી કરવામાં આવ્યુ છે કે સંઘના શતાબ્દી વર્ષના કારણે નવી તૈનાતીઓ નહી કરવામાં આવે, પરંતુ ભવિષ્યમાં નવી સંરચનાના આધાર પર સંગઠનનું કામ આગળ વધશે.

આ નવી વ્યવસ્થામાં દેશના 9 ક્ષેત્રમાં વધુ 85 સંભાગોમાં વહેંચવાની યોજના બનાવવામાં આવી છે. ક્ષેત્ર સંગઠનના સમન્વય અને વિસ્તાર પર ધ્યાન આપવામાં આવશે, જયારે સંભાગ સ્થાનીય શાખાઓ અને તાલીમ કાર્યક્રમોના સંચાલનની જવાબદારી સંભાળશે.

સૂત્રો અનુસાર, ઉતર ક્ષેત્રમાં બે અલગ અલગ એકમો હશે, જે ઉત્તરપ્રદેશ અને ઉતરાખંડમાં સંગઠનાત્મક ગતિવિધિઓનું સંચાલન કરશે. યુપીમાં કુલ 10 સંભાગ હશે. જેમાં મેરઠ, બ્રજ, બરેલી, લખનૌ, કાનપુર, ઝાંસી, પ્રયાગરાજ, અયોધ્યા, કાશી અને ગોરખપુર સામેલ થશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!