દિલ્હી એનસીઆર

હોર્મુઝમાં તનાવ ચિંતાજનક, તે ખુલવુ જોઈએ: વડાપ્રધાન આવનારા દિવસોમાં મોટુ સંકટ આવી શકે છે : મોદી

નવી દિલ્હી,S.SAMACHAR

હાલમાં મધ્ય પૂર્વમાં યુધ્ધ અને તેને લઈને દેશમાં પેદા થયેલી ઉર્જાની કટોકટી મુદે પીએમ મોદીનુ રાજયસભામાં સંબોધન : સંકટ આપણી પરીક્ષા લે છે, તેનો ધીરજ અને હિંમતથી સામનો કરવો પડશે: કાળાબજાર, સંઘરાખોરી પર રાજય સરકારોને ત્વરીત પગલા લેવા વડાપ્રધાનનો અનુરોધ : ભારતમાં ક્રુડ ઓઈલનો પૂરતો જથ્થો, રીફાઈનીંગ કેપેસીટી વધારાઈ છે : મોદી

નવી દિલ્હી,
મધ્ય પૂર્વમાં અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે છેલ્લા 25 દિવસથી ચાલી રહેલા યુધ્ધ અને તેના કારણે દેશમાં પેદા થયેલા ઉર્જા સંકટને લઇને વડાપ્રધાન મોદીએ આજે રાજ્યસભામાં પ્રવચન આપતા જણાવ્યું હતું કે આ જંગથી ગંભીર ઉર્જા સંકટ પેદા થયું છે.

ભારત માટે ચિંતાજનક પરિસ્થિતિ પેદા થઇ છે. દેશમાં પેટ્રોલ, ડીઝલ, ગેસની સપ્લાયને મોટી સર થઇ છે. જંગથી ગંભીર ઇજા સંકટ ઉભુંથયું છે. વડાપ્રધાને કહ્યું હતું કે હોર્મુઝમાં જહાજોની રૂકાવટ અસ્વીકાર્ય છે, હોર્મુઝ ખોલવું જોઇએ યુધ્ધની પરિસ્થિતિ લાંબો સમય રહે તો તેના ગંભીર પરિણામો આવી શકે છે. ત્યારે સંકટના હિમત-ધીરજથી સામનો કરવો પડશે. સંકટ આપણી ધીરજ અને હિમતની પરીક્ષા લે છે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે હોર્મુઝમાં દુનિયાના જહાજો ફસાયા છે. ભારત માટે આ ચિંતાનો વિષય છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે અમે ગલ્ફના બધા દેશોના સંપર્કમાં છીએ, અમારું લક્ષ સંવાદથી, શાંતિથી સમસ્યાનો હલ લાવવાનું છે. હોર્મુઝ ખોલવું જોઇએ તેમાં રૂકાવટ અસ્વીકાર્ય છે.

યુધ્ધના મામલે અમે સંવાદનો રસ્તો સુઝાડ્યો છે અમે ઇચ્છીએ છીએ કે જલદી શાંતિપૂર્ણ સમાધાન થાય. વડાપ્રધાને જણાવ્યું હતું કે યુધ્ધની પરિસ્થિતિમાં 3 લાખ 35 હજાર ભારતીયો સુરક્ષીત પાછા ફર્યા છે. તેમણે જણાવ્યું હતું કે ઇરાન પર હુમલામાં કેટલાક ભારતીયોના મોત થયા છે, કેટલાક ભારતીયો ઘાયલ પણ થયા છે.
વડાપ્રધાને કહ્યું હતું કે હોર્મુઝ વિશ્ર્વ વ્યાપારનો મુખ્ય માર્ગ છે. યુધ્ધ બાદ હોર્મુઝથી જહાજોની અવર-જવર ઘટી ગઇ છે.

મોદીએ કહ્યું હતું કે અમે કુટનીતિથી જહાજો ભારતમાં લાવવાના પ્રયાસ કર્યા છે. આ જહાજો દ્વારા ગેસ-તેલ ભારતમાં આવ્યા છે. પીએમે જણાવ્યું હતું કે યુધ્ધની સ્થિતિ જો લાંબો સમય રહે તો ગંભીર પરિણામ આવી શકે છે. આવા સમયે ધીરજ અને હિમતથી કામ લેવું જોઇએ.વડાપ્રધાને જણાવ્યું હતું કે ભારત 41 દેશોમાંથી એનર્જીની આયાત કરે છે. ભારતની રિફાઇનરીના સંદર્ભમાં પીએમે કહ્યું હતું, ભારતની રિફાઇનીંગ કેપિસિટી સારી રીતે વધારાઇ છે. ભારતમાં ક્રુડ ઓઇલને પૂરતો પુરવઠો છે.

પીએનજી કનેકશન મુદ્દે મોદીએ જણાવ્યું હતું કે છેલ્લા વર્ષોમાં પીએનજી કનેક્શન પર સારું કામ થયું છે. એલપીજી માટે પ્રયાસો ચાલુ છે.  વડાપ્રધાને સંઘરાખોરી પર એજન્સીઓને એલર્ટ રહેવા જણાવ્યું છે.

હાલની યુધ્ધની સ્થિતિ અને ઉર્જા સંકટને લઇને તેમણે જણાવ્યું હતું કે રિકવર થવામાં દુનિયાને સમય લાગશે.વડાપ્રધાને કહ્યુ હતુ કે આપણા ઈંધણના ભંડાર મજબૂત છે. સરકાર લોંગ ટર્મ માટે રણનીતિથી કામ કરી રહી છે.આવા સંકટોનો સામનો કરવા માટે સરકારે ગ્રુપ બનાવ્યા છે, જે આવા પડકારોના આકલન કરે છે. આવુ જ એક ગ્રુપ ગેસ, ખાતર, ઉર્જા માટે કાર્યરત છે.વડાપ્રધાને વર્તમાન પરિસ્થિતિના સંદર્ભમાં જણાવ્યુ હતુ કે સંયુકત પ્રયાસથી પરિસ્થિતિનો સામનો કરશે. ખાતર માટે જરૂરી તૈયારી કરી છે.તેમણે જણાવ્યુ હતુ કે સરકાર દરેક પડકારોમાં પ્રજાની સાથે છે.

આવનારા સમયમાં આ સંકટ આપણી પરીક્ષા લેશે. આ સંકટની સૌથી પહેલી અને વધુ અસર ગરીબો પર પડે છે. હું રાજય સરકારોને કહેવા માંગુ છું કે ગરીબોને પીએમ કલ્યાણ યોજનાનો લાભ મળવો જોઈએ. આ માટે રાજય સરકારે ખાસ વ્યવસ્થા કરવી પડશે.

કાળાબજાર, સંઘરાખોરી સામે રાજયે ત્વરીત કાર્યવાહી કરવી પડશે. વડાપ્રધાને કોરોના કાળને યાદ કરીને કહ્યુ હતુ કે કોરોના વખતે ટીમ ઈન્ડીયા બની કોવિડ મેનેજમેન્ટનુ મોટુ કામ કર્યું હતુ એ ભાવના સાથે હવે આગળ પણ કામ કરવાનુ છે. આપણે ધીરજ, સંયમ અને શાંત મનથી પડકારોનો સામનો કરવો પડશે.

વડાપ્રધાને જણાવ્યુ હતુ કે હાલ યુધ્ધને લઈને પળે પળે સ્થિતિ બદલે છે, આપણે કોઈપણ સંકટ માટે તૈયાર રહેવુ પડશે. સરકાર પણ તત્પર છે, જનતાનુ હિત સર્વોપરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!