નાગેશ્રી ગામમાં 20 વર્ષ થી વધુ સમય બાદ બેંક ઓફ બરોડા નો શુભારંભ. નાગેશ્રી ગામે સરપંચ શ્રી નરેન્દ્ર ભાઈ વરુ ના હસ્તે bank of baroda નો શુભ આરંભ કરવામાં આવ્યો આ તકે બ્રાંચ ના મેનેજર શ્રી ચંદારાણા સાહેબે ગ્રામ લોકોને આમંત્રિત કર્યા. નાગેશ્રી ગામે સરપંચ શ્રી નરેન્દ્ર ભાઈ વરુના ખૂબ પ્રયાસો તેમજ ગ્રામ ના અરજદારોની સતત માંગના ફળ સ્વરૂપે બેંક ઓફ બરોડા નાગેશ્રી શાખાની શરૂઆત થઈ આ માટે સરપંચ શ્રી દ્વારા બેન્ક ઓફ બરોડા,hdfc, axis, icici, કેસવ બેંક વગેરે બેંકોનો સંપર્ક કરેલ પણ સતત બે વર્ષથી મહેનત બાદ સફળતા મળેલ છે બેંકોનો નવરાત્રીના પાંચમાં પાવન દિવસે શુભ આરંભ થયો છે તેની ગ્રામજનો આગેવાનો તથા તમામ લોકો માં હર્ષની લાગણી છે બ્રાંચ મેનેજર શ્રી તથા સરપંચ શ્રી એ એવો ભાવ વ્યક્ત કર્યો કે નાગેશ્રી ગામ તેમજ આસપાસના તમામ લોકો બેંકની મહત્તમ લાભ લઈ શકે. સરપંચ શ્રી નરેન્દ્ર ભાઈ દ્વારા આર.એમ.જગદીશ પટેલ સાહેબ ચંદનભાઈ પોદાર,ડી.આર.એમ સાહેબ તેમજ ચંદારાણા સાહેબ બી.એમ નાગેશ્રી નો આભાર વ્યક્ત કર્યો તેમજ જાગૃત પત્રકાર શ્રી કરસનભાઈ પરમારનો પણ સહહદય ધન્યવાદ કર્યો રિપોર્ટર.. કરશનભાઈ પરમાર નાગેશ્રી

Back to top button
error: Content is protected !!