પ્રાથમિક શાળા યુનાવાડી તા. ડોલવણ, જિ. તાપી યુનાવાડીમાં નિવૃત્ત વિદાય સમારંભ યોજાયો
તાપી-ડોલવણ,

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ તાપી સંચાલિત પ્રાથમિક શાળા યુનાવાડી તા. ડોલવણ, જિ. તાપી યુનાવાડીમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા શ્રીમતિ ઉમાબેન ડી. ચૌધરી વયમર્યાદાના કારણે તા.30-06-2025નાં રોજ નિવૃત થઈ રહ્યા છે. તો એમને શુભેચ્છા સન્માન માટે શનિવારના રોજ સન્માન સમારંભ યોજાયો હતો જેમાં તેમનુ ચુનાવાડી પ્રાથમિક શાળા માં જોડાયા હતા તે સમયે થી જેઓ પાયાના શિક્ષણ ની જવાબદારી સ્વીકારી હતી અને આ વિસ્તારમાં રસ્તા ઓના પણ ઠેકાણા નહીં અને તેમનું ગામ બાજુ માં દેખાતુ હોય છતાં ફેરો મારી ને ઉનાઈ થઈ આવવાનું રહેતું આમ ખુબ જ કપરી પરિસ્થિતિમાં તેમણે શાળામાં અભ્યાસ સાથે સમયબદ્વ હાજર રહી છે.ફરજ બજાવી તે સમયે ના કેટલાય વિધાર્થી ઓ આજે સારી સારી જગ્યાએ નોકરી કરતા થઈ ગયા છે.કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટય કરીને શુભ શરૂઆત કરવામાં આવી હતી શ્રીમતી ઉમાબેન ના વય નિવૃત્તિ ના કાર્યક્રમમાં શ્રી કૌશિકભાઈ ચૌધરી,શ્રી જયદીપભાઈ ગાંવિત તથા ઈશ્વરભાઈ પટેલ, દ્ધારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતુ.સાથે તેમને વિવિધ ભેટોસોગાદો આપવામાં આવ્યા હતા કાયૅક્રમમા ગામના સરપંચ શ્રીમતી છાયાબેન ચૌધરી.નિવૃત શિક્ષક એવા શ્રી ઈશ્વરભાઈ પટેલ ગામના વડીલો ગામના ગ્રામજનો.S.M.C. સભ્યશ્રીઓ શાળાના આચાર્યશ્રી તથા કેન્દ્ર શાળા ના શિક્ષકો અને આંગણવાડીની વકૅર બહેનો તેમનો પરિવાર ના સદસ્યોમા તેમના માતા પિતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમનું નું સંચાલન શાળાના શિક્ષક એવા શ્રી અંકુરભાઈ પટેલ દ્ધારા કરવામાં આવ્યું હતું .નિવૃત્ત થઈ રહેલા શિક્ષક એવા શ્રીમતી ઉમાબેન ચૌધરી દ્ધારા પ્રાથમિક શાળા ને સાઉન્ડ સિસ્ટમ ની ભેટ આપવામાં આવી હતી.