જામનસોંઢા શાળા દીવાલ વિવાદ: બાળકોના ભવિષ્ય સાથે ચેડાં, જવાબદાર કોણ?
રિપોર્ટર શિવાજી કવર ડાગં

ડાંગ: શું ડાંગના અધિકારીઓ અને નેતાઓ બાળકોના ભવિષ્યની સુરજામનસોંઢા શાળા દીવાલ વિવાદ: બાળકોના ભવિષ્ય સાથે ચેડાં, જવાબદાર કોણ?ક્ષા પ્રત્યે ખરેખર ગંભીર છે કે પછી માત્ર પોતાની વાહવાહી અને ટકાવારીમાં જ રચ્યાપચ્યા છે? આ સવાલ હાલ સુબીર તાલુકાની જામનસોંઢા પ્રાથમિક શાળાના અધૂરા કમ્પાઉન્ડ દીવાલના બાંધકામને લઈને ઉઠી રહ્યો છે. વર્ષ ૨૦૨૨-૨૩માં શરૂ થયેલું આ કામ અધૂરું હોવા છતાં, “કામ પૂર્ણ” થયાની તખ્તી લગાવી દેવામાં આવતા સ્થાનિકોમાં રોષ ભભૂક્યો છે. શાળાની કમ્પાઉન્ડ દીવાલનો મુખ્ય હેતુ બાળકોની સુરક્ષા કરવાનો છે. અધૂરી દીવાલ બાળકોને રખડતા પશુઓ કે બાહ્ય જોખમોથી બચાવવામાં નિષ્ફળ છે. આ ખુલ્લી દીવાલ બાળકોની સુરક્ષા માટે મોટો ખતરો બની રહી છે. વધુમાં, સરકારી તિજોરીમાંથી ફાળવાયેલા ભંડોળનો આ સીધો દુરુપયોગ છે, જે વિકાસના નામે ભ્રષ્ટાચારને વેગ આપી રહ્યો છે.
આ બાબતે ગ્રામજનો ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.
* શું અધિકારીઓ માત્ર ટકાવારી મેળવીને સંતોષ માની લે છે?
* બાળકોના ભવિષ્ય અને સુરક્ષાની ચિંતા કોણ કરશે?
* સરકારી યોજનાઓનો યોગ્ય અમલ કરવાની જવાબદારી કોની છે?
* આવી ગેરરીતિઓ રોકવા માટે કેમ કોઈ કડક પગલાં લેવાતા નથી?
આ પ્રકારની ઘટનાઓ સરકારી તંત્રમાં પારદર્શિતા અને જવાબદેહિતાના અભાવને સ્પષ્ટપણે દર્શાવે છે. જ્યારે કામ અધૂરું હોય અને તેને પૂર્ણ જાહેર કરી દેવાય, ત્યારે તે ભ્રષ્ટાચાર અને બેદરકારીનું સૌથી મોટું ઉદાહરણ બની જાય છે. શિક્ષણ અને બાળકોની સુરક્ષા જેવા સંવેદનશીલ મુદ્દાઓમાં આવી બેદરકારી બિલકુલ ચલાવી ન શકાય.
તાત્કાલિક પગલાંની માંગ:
આ મામલે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસ થવી અનિવાર્ય છે. જે અધિકારીઓ કે એજન્સી આ ગેરરીતિ માટે જવાબદાર હોય, તેમની સામે કડક કાનૂની કાર્યવાહી થવી જોઈએ. અધૂરું કામ વહેલી તકે પૂર્ણ કરાવવું જોઈએ અને ભવિષ્યમાં આવા કિસ્સાઓ ન બને તે માટે સિસ્ટમમાં તાત્કાલિક સુધારા કરવા જોઈએ. શું બાળકોનું ભવિષ્ય ખરેખર એટલું સસ્તું છે કે તેની સાથે ચેડાં કરી શકાય?