નવસારી જિલ્લાના ખાનપુર અને ગોડથલ ગામમાં વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો
યંગગુજરાત બ્યુરો ધરમપુર

ગત દિવસે નવસારી જિલ્લાના ખાનપુર અને ગોડથલ ગામે પ્રાથમિક શાળા માં વૃક્ષારોપણ નો કાર્યક્રમ પ્રકૃતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને અતુલ ફાઉન્ડેશન ના સહયોગથી ખાનપુર અને ગોડથલ ગામમાં વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો,જેમાં પ્રકૃતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ માંથી હિતેશભાઈ ચૌધરી મિતેશભાઇ થોરાત અને અમિતભાઈ હાજર રહયા હતા અતુલ ફાઉન્ડેશન માંથી હેમંતભાઈ પટેલ તેમજ ખાનપુર ગામના સરપંચ શ્રીમતિ ભારતીબેન માહલા અને પ્રાથમિક શાળાના આચાર્યશ્રી સંદિપભાઈ પટેલ તથા ગામના યુવાનો હાજર રહ્યા હતા ગોડથલ ગામના તાલુકા પંચાયત સભ્ય અશ્વિનભાઇ, તલાટી મંત્રી, ગામના લોકો પંચાયત ના સભ્ય હાજર રહ્યા હતા,ખાનપુર અને ગોડથલમાં 400 રોપા રોપવામાં આવ્યા છે જેમાં આમળા સરોવર નીલગીરી જમરૂખ ગુલમોહર નું વાવેતર કરવામાં આવેલ છે.સરકારશ્રી દ્વારા વિવિધ સંસ્થાઓ વૃક્ષ રોપાણ કરી પર્યાવરણ ની જાણવણી કરવામાં તથા અન્ય વન્ય સંપત્તિ માટે દિશા સૂચન કરવામાં આવે છે ત્યારે હંમેશા સંસ્થાઓનો ફાળો અવશ્ય રહે છે.