તાપી જિલ્લામાં માર્ગ અને મકાન સ્ટેટના ૫૭૭ કિમી લંબાઈ ધરાવતા કુલ ૩૨ રસ્તા: તાપીના કાર્યપાલક ઈજનેર શ્રી પટેલ
માહિતી બ્યુરો, તાપી-યંગ ગુજરાત ડિજીટલ ન્યૂઝ

જિલ્લાના ૨૪૦ કિમીના માર્ગો ગેરેંટી પીરીયડ હેઠળ અને ૧૭૦ કિમીના માર્ગોનું નવીનીકરણ તાપી જિલ્લાના ક્ષતિગ્રસ્ત માર્ગોના મરામતની કામગીરી પૂર્ણતાના આરે
માહિતી બ્યુરો, તાપી,મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના દિશાનિર્દેશોના ભાગરૂપે તાપી જિલ્લાના માર્ગ અને મકાન (સ્ટેટ) વિભાગ હસ્તકના વાલોડ તાલુકાના મઢી રોડ પર આવેલા સ્યાદલા પુલની મરામત કરવામાં આવી હતી. આ અંગે તાપી જિલ્લાના કાર્યપાલક ઈજનેર શ્રી એમ.એન પટેલશ્રીએ વધુ માહિતી આપતા જમાવ્યું હતું કે તાપી જિલ્લામાં કુલ ૩૨ રસ્તાઓ આવેલા છે જેની લંબાઈ છે. જેમાં ૨૪૦ કિમી વિસ્તારના માર્ગો ગેરેંટી પીરીયડ હેઠળ છે ૧૭૦ કિમી જેટલા માર્ગમાં નવીનીકરણ અને સ્ટ્રેન્ધનીંગ ની કામગીરી કરવામાં આવેલી છે. જયારે ૧૬૬ કિમી વિસ્તારમાં વિભાગ દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
બુહારી- વાલોડ બાજીપુરા ક્ષતિગ્રસ્ત રોડમાં વેટ મિક્ષ તેમજ મેટલ ગ્રાઉટીંગ દ્વારા રસ્તાઓનું પેચવર્ક, કોલ્ડમિક્ષ, લેવલીંગની કામગીરી ઝુંબેશ સ્વરૂપે હાથ ધરવામાં આવી છે. વરસાદના વિરામ સમયે ડામર દ્વારા પોટહોલ્સ પુરવામાં આવી રહ્યા છે. આમ મોટાભાગની કામગીરી હાલ પૂર્ણતાના આરે છે. જિલ્લામાં થયેલા ભારે વરસાદને કારણે અને વન વિસ્તારને લીધે ક્યારેક પથ્થરો ઘસી પડવાની કે ઝાડ પડવાના બનાવો બને છે. આ પ્રકારની સમસ્યા સમયે જે.સી.બી અને અન્ય મશીનરી દ્વારા જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન અને સંકલનમાં રહી માર્ગને તરત જ વાહનવ્યવહાર યોગ્ય બનાવામાં આવે છે હેઠળ તાપી જિલ્લાના ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારની જનતા, વાહનચાલકો, રાહદારીઓની સુવિધાઓને ધ્યાનમાં રાખીને ક્ષતિગ્રસ્ત રસ્તાઓને સુરક્ષિત અને સગવડયુકત બનાવવા માટે માર્ગ અને મકાન (સ્ટેટ) વિભાગ દ્વારા અવિરત કામગીરી કરવામાં આવી રહી છે.