શિવમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સત્ય સાંઈ સ્કૂલમાં શૈક્ષણિક સેમિનાર યોજાયો હતો
વાંસદા-તાલુકા બ્યુરો પ્રતિનિધિ દ્વારા

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાંસદા- વધઈ રોડ પર આવેલા સત્ય સાંઇ સ્કૂલ ઓફ નર્સિંગ કેમ્પસ માં
શનિવારના દિને શિવમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સત્ય સાંઈ સ્કૂલમાં શૈક્ષણિક સેમિનારનું આયોજન કરાયું. આ કાર્યક્રમમાં ડૉ.કિશોરભાઈ નાયક સાહેબ દ્વારા શાળામાં બાળકોને કઈ રીતે આધ્યાત્મિક જીવન જીવવું શાળામાં બાળકોને કઈ રીતે ભણાવવા, ઉચ્ચ શિક્ષણ કઈ રીતે પ્રાપ્ત કરવું.બાળકોનું કઈ રીતે નિદાન કરવું તેમના વિચારોનું ઘડતર કરવું એવા અનેકો પ્રશ્નો દ્વારા સેમીનાર યોજાયો હતો. આમ, વિવિધ વિષયોની ચર્ચાઓ કરી અને એમના વિશે વિશે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શિવમ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ .કમલેશસિંહ ઠાકોર સાહેબ, મંત્રી શ્રીમતી નીતાબેન ઠાકોર, કેમ્પસ ડાયરેક્ટર દિશાંત ઠાકોર સાહેબ, એકેડેમીક ડાયરેક્ટર ટીમસી મેડમ તેમજ કોલેજ અને શાળાના પ્રિન્સિપાલ તથા શ્રી સત્ય સાંઈ સ્કૂલ પરિવાર નો સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો.