નવસારી જિલ્લાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી બિલીમોરા ખાતે યોજાશે*
.જિલ્લા માહિતી કચેરી,નવસારી - પ્રિતેશ પટેલ બ્યુરો ચીફ.નવસારી

(નવસારી/શુક્રવાર)- નવસારી જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ગણદેવી તાલુકાના બિલીમોરા સ્થિત
વી.એસ.પટેલ કોલેજ ખાતે કરાશે.નવસારી જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના આયોજન અંગે બેઠક યોજાઇ હતી. જેમાં સમગ્ર કાર્યક્રમને આખરી ઓપ આપવા માટે સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપી જવાબદારીઓ સોંપવામાં આવી હતી.આ બેઠકમાં કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના અસરકારક આયોજન માટે જે જવાબદારીઓસોંપવામાં આવી છે તેને સુપેરે નિભાવી ઉજવણીને સાર્થક કરવા જિલ્લાકક્ષાના તથા તાલુકાકક્ષાના વર્ચ્યુલ માધ્યમથી જોડાયેલાઅધિકારીઓને સુચના આપવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા, નિવાસી અધિક કલેકટરશ્રી વાય.બી.ઝાલા સહિત જિલ્લાના
અમલીકરણ અધિકારીશ્રીઓ તથા ઉપસ્થિત રહ્યા હતા.