DRDOના ₹20,000 કરોડના પ્રોજેક્ટને મળી મંજૂરી, એર ઇન્ડિયાના 6 વિમાન બનશે નેત્રા MK-2 ભારત સરકારે ભારતીય વાયુસેના (IAF) માટે છ સ્વદેશી એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ વિમાનોના નિર્માણને મંજૂરી આપી છે.
GUJARAT

ભારત સરકારે ભારતીય વાયુસેના (IAF) માટે એક વિશિષ્ટ અને વ્યૂહાત્મક મહત્વ ધરાવતા ₹20,000 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી છે, જેના હેઠળ દેશની પોતાના બનાવેલા એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ (AWACS) વિમાનો તૈયાર કરવામાં આવશે. આ પ્રોજેક્ટને “AWACS ઇન્ડિયા પ્રોગ્રામ” અથવા “નેત્રા MK-2” તરીકે ઓળખવામાં આવી રહ્યો છે. તેનો મુખ્ય ઉદ્દેશ એવા વિમાનોની નિર્માણ પ્રક્રિયા છે, જે દુશ્મનના હવાઈ હુમલાઓની આગોતરી ચેતવણી આપી શકે અને યુદ્ધ દરમિયાન ફ્લાઈંગ કમાન્ડ સેન્ટર તરીકે કાર્ય કરી શકે.
આ યોજના હેઠળ, એર ઇન્ડિયાના જૂના કાફલામાંથી મળેલા છ એરબસ A321 વિમાનોને આધુનિક સર્વેલન્સ અને કમાન્ડ પ્લેટફોર્મમાં રૂપાંતરિત કરવામાં આવશે. DRDO (રક્ષાંસોધન અને વિકાસ સંસ્થા) આ વિમાનોમાં આધુનિક AESA (Active Electronically Scanned Array) રડાર ટેકનોલોજી આધારિત 360-ડિગ્રી કવરેજ આપતી રડાર એન્ટેના સ્થાપિત કરશે, જે વિમાનની ઉપરની ડોર્સલ ફિન પર મૂકવામાં આવશે. આ પ્રકારની ટેકનોલોજી સમગ્ર ક્ષેત્રમાં ઊંચી ઊંચાઈથી દુશ્મન વિમાનો, મિસાઈલ સિસ્ટમ્સ, ગ્રાઉન્ડ રડાર અને અન્ય ખતરાઓને ટ્રેક કરવાની સક્ષમતા ધરાવે છે.ભારત સરકારે ભારતીય વાયુસેના (IAF) માટે એક વિશિષ્ટ અને વ્યૂહાત્મક મહત્વ ધરાવતા ₹20,000 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી છે, જેના હેઠળ દેશની પોતાના બનાવેલા એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ (AWACS) વિમાનો તૈયાર કરવામાં આવશે. આ પ્રોજેક્ટને “AWACS ઇન્ડિયા પ્રોગ્રામ” અથવા “નેત્રા MK-2” તરીકે ઓળખવામાં આવી રહ્યો છે. તેનો મુખ્ય ઉદ્દેશ એવા વિમાનોની નિર્માણ પ્રક્રિયા છે, જે દુશ્મનના હવાઈ હુમલાઓની આગોતરી ચેતવણી આપી શકે અને યુદ્ધ દરમિયાન ફ્લાઈંગ કમાન્ડ સેન્ટર તરીકે કાર્ય કરી શકે.આ યોજના હેઠળ, એર ઇન્ડિયાના જૂના કાફલામાંથી મળેલા છ એરબસ A321 વિમાનોને આધુનિક સર્વેલન્સ અને કમાન્ડ પ્લેટફોર્મમાં રૂપાંતરિત કરવામાં આવશે. DRDO (રક્ષાંસોધન અને વિકાસ સંસ્થા) આ વિમાનોમાં આધુનિક AESA (Active Electronically Scanned Array) રડાર ટેકનોલોજી આધારિત 360-ડિગ્રી કવરેજ આપતી રડાર એન્ટેના સ્થાપિત કરશે, જે વિમાનની ઉપરની ડોર્સલ ફિન પર મૂકવામાં આવશે. આ પ્રકારની ટેકનોલોજી સમગ્ર ક્ષેત્રમાં ઊંચી ઊંચાઈથી દુશ્મન વિમાનો, મિસાઈલ સિસ્ટમ્સ, ગ્રાઉન્ડ રડાર અને અન્ય ખતરાઓને ટ્રેક કરવાની સક્ષમતા ધરાવે છે