વાપી-શામળાજી હાઇવે પર ખાડારાજ રસ્તો શોધતા ઉનાઈ થી વાંસદા 12 કિમી માટે 1.30 કલાકનો લાગતો સમય
યંગ ગુજરાત ન્યૂઝ ડીજીટલ.ટીમ (વાંસદા) નવસારી

ગુજરાત સરકારનું રોલ મોડેલ વાપી-શામળાજી હાઇવે પર ફેલ ખાડારાજને કારણે વિકાસને લાગ્યું ગ્રહણ
ના ભાજપ ના કોંગ્રેસ રસ્તાને લઈ આવનાર દિવસોમાં સામાન્ય લોકો કરશે વિરોધ મત માંગતા નેતાઓ ચેતે..
ઉનાઈ: ઉનાઈ / વાંસદા વાપી-શામળાજી હાઇવેને લઈ વાહન ચાલકો એટલા અંશે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે પ્રજાજનોનો તંત્ર પર આ બાબતે ઉકડતો ચરુ જેવો રોષ જોવા મળી રહ્યો છે જેને લઈ સ્થાનિક અને બહારથી આવતા વાહન ચાલકો સરકારના રોલ મોડેલ વિકાસની વાતો ને રદિયો આપી દીધો છે વાંસદા થી ઉનાઈ સુધીના રસ્તા પર મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જેમાં અમુક ખાડાઓ તો એટલા મોટા છે કે આ ખાડાઓમાં સ્વિમિંગ પણ કરી શકો તો આ જોઈ અનુમાન લગાવી શકાય કે વાહનોની સુ હાલત થતી હશે ત્રણ મહિનામાં અસંખ્ય વાહનો ખોટકાયા તેમજ વાહન ચાલકો ઘવાયા જેને લઈ સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ રસ્તે એકવાર સાંસદ,ધારાસભ્ય,મંત્રી અને ખુદ મુખ્યમંત્રી એ વિઝીટ કરવાની જરૂર છે પછી જોવો કે વાહન ચાલકો કેટલી મુશ્કેલી વેઠી રહ્યાં છે એનો અંદાજ આવે ઉલ્લેખનીય છેકે વાપી-શામળાજી હાઇવે દર વર્ષે ચોમાસા દરમિયાન ઉનાઈ થી વાંસદા સુધી અત્યંત બિસ્માર બની ઠેકઠેકાણે મસમોટા ખાડાઓ પડી જવાને કારણે અનેક વાહન ચાલકો પટકવાના તેમજ લોડિંગ વાહનોના અકસ્માતનો બનાવો મોટા પ્રમાણમાં બનતા હોય છે છતાં જાડીચામડી ધરાવતું હાઇવે ઓથોરિટીયનું પેટનું પાણી પણ હલતું નથી આ વધુ તો ઠીક છે પણ આ રસ્તેથી દર વર્ષે મોન્સૂન ફેસ્ટિવલમાં પધારતા સરકારના સાંસદો,ધારાસભ્ય ,મોટાગજના મંત્રીઓ કેજેઓને પ્રજાના લોકલાડીલા અને પ્રજાવત્સલના વિરુદ પણ મળેલા હોય છે જેઓ આ રસ્તાઓ બાબતે જાણતા હોવા છતાં આંખઆડા કાન કરી રહ્યા છે કે પછી આવા નેતાઓનું હાઇવે ઓથીરિટીના અધિકારીઓ સમક્ષ પોતની પીપુડી નથી વાગતી જેને હાઇવે ઓથોરિટીના અધિકારીઓ પોતાની મનમાની ચલાવી રહ્યા હોવાનું પ્રતીત થઈ રહ્યું છે જેને લઈ આ રસ્તાનું કાયમી નિરાકરણ નથી આવી રહ્યું અને આ રસ્તે આસપાસના વિસ્તારમાં સરકારના મોટાગજાના નેતાઓ અવાના ટાણે હાઇવે ઓથોરિટી દેખાડા પૂરતા ખાડાઓ પુરી પોતની કામગીરી બિરદાવી દેતા હોય છે જેને લઈ હવે સ્થાનિક આગેવાનો જાગૃત થયા હોય ગુપ્ત રાહે ચર્ચાઓએ જોર પકડ્યું છે આવનાર દિવસોમાં ના ભાજપ ના કોંગ્રેસ હવે સામાન્ય પ્રજા આંદોલનનો રસ્તો અપનાવશે.
એન.એચ.એ.આઈ ના અધિકારીઓને સાંસદે તતડાવ્યા બાદ અધિકારીઓની ત્રણ ચાર ગાડીઓ વાંસદા થી ઉનાઈ સુધી માત્ર દેખાડા પૂરતી ફરી રહી છે પરંતુ કામગીરી નથી થઈ રહી ગાડીઓ જાણે ઉનાઈ થી વાંસદા સુધી કેટલા ખાડાઓ પડ્યા છે એની ગણતરી કરી રહી હોય એવું પ્રતીત થઈ રહ્યું છે માત્ર દેખાડા પૂરતા સાધનો મૂકી માત્ર કામગીરીનો દેખાડો કરી રહ્યું છે