ડાંગ જિલ્લામા યોજાઈ “તિરંગા યાત્રા” : પ્રાંત અધિકારી સુશ્રી કાજલ આંબલીયા એ કરાવ્યુ પ્રસ્થાન : –
(ડાંગ માહિતી બ્યૂરો & યંગુજરાત ડિજીટલ ન્યૂઝ.

ડાંગ જિલ્લામા યોજાઈ “તિરંગા યાત્રા” : પ્રાંત અધિકારી સુશ્રી કાજલ આંબલીયા એ કરાવ્યુ પ્રસ્થાન :
“હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા” યાત્રાની આહવા નગરમા ગૌરવપૂર્ણ ઉજવણી . રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ આયોજિત “હર ઘર તિરંગા-ઘર ઘર તિરંગા” યાત્રાનુ સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા ખાતેથી પ્રસ્થાન કરાવાયુ હતુ.
આ યાત્રાને પ્રાંત અધિકારી સુશ્રી કાજલ આંબલિયા તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરલ પટેલે પ્રસ્થાન કરાવ્યુ હતું.
આહવાની તિરંગા યાત્રામા પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના ૧૩૦૦ જેટલા વિધાર્થીઓ, પોલીસ વિભાગના ૨૦૦ થી
વધુ કર્મચારીઓ તથા વન વિભાગના કર્મચારીઓ, ૫૦ જેટલા અધિકારીશ્રીઓ મળી આશરે ૨૦૦૦ જેટલા લોકો આ ભવ્ય
તિરંગા યાત્રામાં જોડાયા હતા.ડાંગ જિલ્લાની “તિરંગા યાત્રા” આહવા નગર સ્થિત માધ્યમિક શાળાથી શરૂ કરવામાં આવી હતી. જે કલેક્ટર કચેરી, ગાંધી
ઉધાન, શહિદ સ્મારક, ફુવારા સર્કલ થી આશ્રમ રોડ થઈ પરત માધ્યમિક શાળા ખાતે પહોચી હતી. જ્યાં રાષ્ટ્રગાન સાથે આ
યાત્રાનુ સમાપન કરવામા આવ્યુ.
ઉલ્લેખનીય છે કે, તા. ૧૫ મી ઓગષ્ટ સુધી ‘હર ઘર તિરંગા યાત્રા’ આયોજિત કરવામા આવી છે. જેના ભાગરૂપે આહવા બાદ
આજે, એટલે કે તા.૧૨ મી ઓગસ્ટના રોજ ગિરિમથક સાપુતારા ખાતે પણ આ યાત્રાનુ આયોજન કરવામા આવ્યુ છે.
પોલીસ બેન્ડની સુરાવલી સાથે નીકળેલી આહવાની ‘તિરંગા યાત્રા’ મા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.જે.નલવાયા, ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સુનિલ બાગુલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી વિજયભાઈ દેશમુખ, મહિલા અને બાળ
અધિકારી સુશ્રી મનીષા મુલતાણી, માધ્યમિક શાળાના આચાર્ય શ્રી અમરસિંહ ગાંગોડા, પોલીસ કર્મચારીઓ, વન વિભાગના
કર્મચારીઓ, પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિધાર્થીઓ તથા શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.