નવસારી જિલ્લાના માંડવખડક ગામે આવેલ માનવસેવા સંધ સંચાલિત શારદા વિદ્યાલય માં ૧૫ મી ઓગસ્ટ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
યંગગુજરાત ડિજીટલ ટીમ & નવસારી જિલ્લા બ્યુરો ચીફ પ્રિતેશ પટેલ

નવસારી જિલ્લામાં દક્ષિણે આવેલા માંડવખડક ગામે શારદા વિદ્યાલય માં ૭૯મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.વિધાલય ની વિધાર્થીની ઓએ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતાં.કૃતિ ઓ રજુ કરનાર વિદ્યાર્થીની ઓને મહેમાનો દ્ધારા ઈનામો આપી પ્રોત્સાહિત આવ્યા હતા.સમગ્ર આયોજન તથા ધ્વજ વંદન કાર્યક્રમનાં અધ્યક્ષ તરીકે શાળા ના ભુતપૂર્વ વિધાર્થી શ્રી વિજયભાઈ ગામીત (કૃષિ દશૅન એગ્રો મહુવાસ) ના હસ્તે કરવામાં આવ્યું હતું કાયૅક્રમને માન આપી.ધમૅરાજ ક્રોપૅ ગાડૅ લિ.તથા ધર્મરાજ ફાઉન્ડેશન ના દિક્ષણ ગુજરાત ના રીયોજનલ સેલ્સ મેનેજર શ્રી ચિરાગભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ધર્મરાજ ફાઉન્ડેશન તથા શ્રી વિજયભાઈ તરફથી વિધાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પેડ તથા બોલપેન ભેટ આપવામાં આવી હતી.કાર્યકમ ઉપસ્થિત માનવસેવા સંધ માંડવખડક ના પ્રમુખશ્રી ઠાકોરભાઈ રાવત પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. કાર્યક્રમ માં ટ્રસ્ટીશ્રીઓ મનુભાઈ,ભગુ ભાઈ, રાકેશભાઈ, સામાજિક કાર્યકર શ્રી સુનીલ ભાઈ, દિવ્યેશ લાકડાવાલા, ચુનીલાલભાઈ, અવિનાશભાઈ, તથા યંગ ગુજરાત ન્યૂઝ ના નવસારી જિલ્લા બ્યુરો ચીફ પ્રિતેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.સાથે જ ગામ ના યુવાનો , તથા વડીલો અને ગામના મોટીસંખ્યામાં ગ્રામજનો તથા શાળા ના શિક્ષકો અને બીનશિક્ષૈણીક કમૅચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શ્રી વિજયભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.અને આભાર વિધિ શાળા ના આચાર્ય શ્રી હિતેશભાઈ જે.માહલા દ્વારા કરવામાં આવી હતી તેમણે આભાર વિધિ દરમ્યાન ૧૫ ઓગષ્ટ ને યાદ કરી ને ભારતદેશ આઝાદ થયો તેની યાદમાં ઉજવાતા સ્વતંત્રતા દિવસની આપણને મળેલી અંગ્રેજો પાસેથી આઝાદી ના ઈતિહાસ ની વાત કરી આભાર વિધિ કરી હતી.