શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલય માં જન્માષ્ટમી ની ઊજવણી કરવા માં આવી.
યંગગુજરાત ડિજીટલ ટીમ-વાંસદા (નવસારી)

નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી …………હાથી ઘોડા પાલકી, જય કન્હૈયા લાલ કી
નાના ભૂલકાઓએ કૃષ્ણ અને રાધાનું પાત્ર દેવકી માતાનું પાત્ર. સુદામાનું પાત્ર. નંદબાવાનું પાત્ર ધારણ કરી સાથે કૃષ્ણનો ઝૂલો અને વિવિધ પ્રકારનો શણગાર કરાયો.
શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલય ના પટાંગણમાં જન્માષ્ટમીનો કાર્યક્રમ ધામધુમથી ઉજવાયો હતો જેમાં તમામ વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારની વેશભૂષાઓ ધારણ કરી કૃષ્ણ જન્મોત્સવ ની ઉજવણી કરી હતી.જેમા તમામ શિક્ષકો વિવિધ પ્રકારના . ટ્રેડિશનલ ડ્રેસ પહેરી ખૂબ સારી પ્રાર્થના સભા કરી અને શાળાના ઉત્સવમાં વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા કૃષ્ણા ને ગમતો રાસ પણ લેવામાં આવ્યું હતું બાળકોને કૃષ્ણ જન્મોત્સવનો મહત્વ સમજાવી બાળકોની અંદર કૃષ્ણ અને તેના જીવનના વિવિધ ગુણો આવે તે માટે શાળાના સંચાલક ડો.કમલેશ ઠાકોર દ્વારા માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગમાં બાળકોએ સુંદર મજાનું એક નાટક ભજવીને કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો સાથે મટકી ફોડ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમાં ઉપસ્થિત શિવમ એજ્યુકેશન ટ્રસ્ટ ના મેનેજિંગ ટ્રસ્ટી ડો કમલેશભાઈ ઠાકોર ડાયરેકટર દિશાંત ઠાકોર એકેડમી ડાયરેક્ટર ટીમસી મેડમ પ્રિન્સિપલ હર્ષાબેન ગર્ગે અને નર્સિંગ કોલેજના પ્રિન્સિપલ દામિનીબેન તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફગણ અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાચીબેન કર્યું હતું.