જિલ્લા કક્ષાના કલમહાકુંભ સ્પર્ધાનો વ્યારાની દક્ષિણાપથ શાળા ખાતે પ્રારંભ –– કલાને ગ્રામ્ય કક્ષાથી લઈને રાષ્ટ્રીય કક્ષા સુધી જીવતી રાખવા પ્રયત્નો કરવાનું સરકારનું કાર્ય સરાહનીય છે: શ્રી આર. આર. બોરડ ––

ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ ગાંધીનગર પ્રેરિત કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ, ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી, તાપી દ્વારા સંચાલિત તેમજ દક્ષિણપથ વિવિધલક્ષી વિધાલયના સહયોગથી આજે જિલ્લા કક્ષાના કલામહાકુંભ સ્પર્ધાનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન વ્યારા નગરપાલિકાના પ્રમુખશ્રી રિતેશભાઈ ઉપાધ્યાય તેમજ અધિક નિવાસી કલેક્ટર શ્રી આર આર બોરડના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન પ્રસંગે શ્રી બોરડે જણાવ્યું હતું કે કલાને પ્રોત્સાહન આપવા માટે, ક્લાના વિકાસ માટે, કલાનને ઉજાગર માટે સરકાર દ્વારા ગ્રામીણ કક્ષાથી લઈ રાષ્ટ્રીય કક્ષા સુધી સ્પર્ધાઓના આયોજન કરવામાં આવે છે આવી સ્પર્ધાઓ ખૂબ જ સરાહનીય છે કલાકારો અને પ્રેક્ષકો દ્વારા આવી કલાને જીવતી રાખવા માટે સરકારશ્રી દ્વારા સરાહનીય કાર્ય કરવામાં આવે છે. આજે તા.25 ઓગષ્ટ અને સોમવારના રોજ ગરબા, રાસ, ચિત્ર, નિબંધ, સર્જનાત્મક કારીગરી, એકપાત્રીય અભિનય, ભરતનાટ્યમ, કથ્થક, લોકવાર્તા, દુહા–છંદ, વકૃત્વ, કાવ્ય ગઝલ અને શાયરી લેખન જેવી સ્પર્ધાઓ દક્ષિણપથ વિધાલયના વિવિધ મંચ પર યોજાનારી છે. જ્યારે તા.26 ઓગસ્ટ મંગળવારના રોજ લોકનૃત્ય, લોકગીત, ભજન, લગ્નગીત, ઓર્ગન, તબલા, હાર્મોનિયમ, સ્કૂલ બેન્ડ, શાસ્ત્રીય કંઠ્ય સંગીત, સમૂહ ગીત, સુગમ ગીત જેવી સ્પર્ધાઓ સવારે 9 કલાકથી ક્રમશ: યોજાનારી છે.
જિલ્લા કક્ષાના કલા મહાકુંભ સમારોહમાં પ્રાંત અધિકારી શ્રી સંદીપ ગાયકવાડ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ધારા પટેલ, શાળાના આચાર્ય શ્રી આશિષભાઈ, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી અમૃતાબેન ગામીત, રાજ્યકક્ષાના નિર્ણાયકો, પ્રેક્ષકો, શાળા કોલેજના સ્પર્ધકો તેમજ શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.