હિમાચલ પ્રદેશ

હિમાચલના પુરગ્રસ્ત ક્ષેત્રોની મુલાકાત લેતા વડાપ્રધાન : રૂા. 1500 કરોડની સહાય

નવી દિલ્હી-યંગ ગુજરાત ન્યૂઝ ડીજીટલ ટીમ

મુખ્યમંત્રી સાથે ઉચ્ચ કક્ષાની બેઠકમાં પરિસ્થિતિ જાણી : પુરગ્રસ્તોને મળતા મોદી

નવી દિલ્હી, તા. 9
દેશમાં પંજાબ, હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ સહિતના રાજયોમાં સર્જાયેલી ભારે પુરની પરિસ્થિતિ વચ્ચે વડાપ્રધાને  આજે હિમાચલપ્રદેશના પુરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને રાજ્યને રૂા. 1પ00 કરોડનું ખાસ પેકેજ આપવાની જાહેરાત કરી હતી.

મોદી બપોરે અહીં ગગલ એરપોર્ટ પર પહોંચ્યા તે સમયે મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ તેમનું સ્વાગત કર્યુ હતું. બાદમાં મોદીએ સીએમ સુખવિંદર સુખુ તેમજ અન્ય મંત્રીઓ સાથે બેઠક કરીને પુરગ્રસ્ત વિસ્તારોની માહિતી મેળવી હતી. આ અગાઉ મોદીએ હિમાચલના અનેક વિસ્તારોમાં પુરની પરિસ્થિતિ હવાઇ ઉડ્ડયન કરીને નિહાળી હતી

બાદમાં એનડીઆરએફના અધિકારીઓ સાથે પણ વાતચીત કરી હતી. મોદીએ કેન્દ્ર સરકાર તરફથી તમામ મદદની ખાતરી આપતા જણાવ્યું હતું કે, હિમાચલપ્રદેશ સરકારને કેન્દ્ર તરફથી પુરગ્રસ્ત વિસ્તારો માટે રૂા. 1500 કરોડની મદદ આપવામાં આવશે.

આ ઉપરાંત પુરના કારણે દિવંગત થયેલા વ્યકિતના પરિવારજનોને રૂા. બે-બે લાખ તેમજ ઇજાગ્રસ્તોને રૂા. પ0-50 હજારની મદદ અપાશે. મોદીએ પુરગ્રસ્ત પરિવારની પણ રજુઆત સાંભળી હતી અને તેમને તમામ સહાયની ખાતરી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!