ગુજરાતમાં 25 ડિસેમ્બર સુધી `આત્મનિર્ભર ભારત’ના કાર્યક્રમ : `સ્વદેશી’ અભિયાન હાથ ધરાશે
બ્યુરો ગાંધીનગર, & યંગ ગુજરાત ડિજીટલ ન્યૂઝ ટીમ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની જાહેરાત
ગુજરાતમાં 25 ડિસેમ્બર સુધી `આત્મનિર્ભર ભારત’ના કાર્યક્રમ : `સ્વદેશી’ અભિયાન હાથ ધરાશે
90 દિવસમાં 1000 મેળા, 20000 સંકલ્પ અભિયાન, 500થી વધુ આત્મનિર્ભર રથ – પદયાત્રા યોજાશે
ગાંધીનગર,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વદેશી અભિયાન સાથે આત્મનિર્ભર ભારત માટે આહવાન કરવામાં આવ્યુ છે ત્યારે ગુજરાતમાં તા.25 ડિસેમ્બર સુધી બે મહિના સુધી અભિયાન હાથ ધરાશે. જે દરમ્યાન 1000થી વધુ મેળા, 500 સંકલ્પ રથ-પદયાત્રા યોજાશે તથા લોકોને સ્વદેશી સામાન ખરીદવાના સંકલ્પ લેવડાવાશે તેમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સંયુક્ત પત્રકાર પરિષદમાં જાહેર કર્યુ હતુ.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, દેશમાં 90 દિવસમાં અત્યાસ સુધી આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન ચલાવવામાં આવનાર છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પર દેશની જનતાને અપાર શ્રઘ્ધા છે. વડાપ્રધાને આપેલા દરેક આહવાનને દેશની જનતાએ સ્વીકારી જન આંદોલન બનાવ્યું છે.
તેઓ મેક ઇન્ડીયાના હીમાયતી રહયાં છે. તેમના નેતૃત્વમાં ભારત આજે દરેક ક્ષેત્રમાં વિકાસના કાર્યોમાં અગે્રસર રહયું છે. તેમજ જન જનને વિશ્વાસ છે કે ભારત હજુ સુધી વિકાસની દિશામાં આગળ રહેશે. દેશ વિશ્વની ત્રીજી આર્થીક વ્યવસ્થા તરફ આગળ વધી રહયું છે.
ભારતની અર્થવ્યવસ્થાને વધુ મજબુત કરવા દરેક દેશવાસીઓનું કર્તવ્ય છે. વડાપ્રધાને દેશવાસીઓને દેશમાં ઉત્પાદીત થતી વસ્તુનો ઉપયોગને પ્રોત્સાહીત કરી આત્મનિર્ભર ભારતનો કોલ આપ્યો છે.
વડાપ્રધાને મેક ઇન ઇન્ડીયા ડીજીટલ ઇન્ડીયાના પરીણામે ભારત અનેક ક્ષેત્રોમાં ઇમ્પોર્ટ માંથી એકસપોર્ટર બન્યું છે. ગુજરાત દેશની નિકાસમાં ર7 ટકાનું યોગદાન આપે છે.
દેશના યુવાનો જોબ સીકર નહી જોબ ગીવર બને તે માટે સ્ટાર્ટઅપ ઇન્ડીયા, મુદ્રા યોજના થકી યુવાનોને આત્મનિર્ભર કરવાનો માર્ગ મોકળો કરી આપ્યો છે. લોકલ ફોર વોકલ અભીયાનથી ખાદીનું વેચાણ 31 હજાર કરોડથી વધી 1.70 લાખ કરોડ રુપીયા થયું છે.
સી.આર.પાટીલે જણાવ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશવાસીઓને આત્મનિર્ભર ભારત અંગે પ્રેરણા આપી છે કે 25 સપ્ટે.પંડિત દિન દયાળની જન્મજયંતિ