ડાંગ
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વઘઈ નગરના મેઈન બજારમાં સ્વછતા હાથ ધરી : – સ્વચ્છતાના મૂક સંદેશ સાથે સ્વચ્છતાને સંસ્કાર બનાવવાની કરી અપીલ
(ડાંગ માહિતી બ્યુરો) : આહવા:

ડાંગ જિલ્લાની બે દિવસની મુલાકાતે પધારેલા ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પોતાના પ્રવાસ કાર્યક્રમના બીજા દિવસે વહેલી સવારે વેપારી મથક એવા વઘઈ નગરના મેઈન બજાર ખાતે સ્વયં હાથમા ઝાડુ લઈ, સ્થાનિક સફાઈકર્મીઓ સાથે સ્વછતા હાથ ધરી હતી.
સ્વચ્છતાના મૂક સંદેશ સાથે હાથ ધરાયેલી સ્વચ્છતાને સંસ્કાર બનાવવાની પણ તેમણે આ વેળા અપીલ કરી હતી.
રાજ્યપાલશ્રીએ સ્વચ્છતાની સતત કાળજી રાખવા સાથે, ક્યાંય પણ ગંદકી નહીં કરવા તેમજ તંદુરસ્ત જીવન માટે સ્વચ્છતા ખુબ
જ જરૂરી છે તેમ જણાવ્યું હતુ. આ પ્રસંગે ડાંગ કલેકટર સુશ્રી શાલિની દુહાન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.એસ.વસાવા, પ્રાયોજના વહીવટદાર શ્રી આનંદ પાટીલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરલ પટેલ, પ્રાંત અધિકારી સુશ્રી કાજલ આંબલિયા સહિત વઘઈ નગરના શ્રેષ્ઠીઓ, અને ગ્રામજનો, અધિકારી/કર્મચારીઓ અને સફાઈકર્મીઓ જોડાયા હતા.