Uncategorizedડાંગ

ડાંગ જિલ્લાના ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ તા. ૩૦ મી સપ્ટેમ્બર સુધી વિનામૂલ્યે એલપીજી સિલિન્ડર મેળવી શકશે :

(ડાંગ માહિતી બ્યુરો & યંગ ગુજરાત ન્યૂઝ ડીજીટલ ટીમ ડાંગ

(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૭: પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના તમામ તબક્કાના લાભાર્થીઓ તથા રાજ્ય સરકારની

PNG/LPG સહાય યોજનાના લાભાર્થીઓ મળી રાજ્યના કુલ ૪૩.૩૦ લાખ લાભાર્થીઓને ચાલુ નાણાંકીય વર્ષમાં ઘરગથ્થુ
વપરાશ માટે વિનામુલ્યે વર્ષમાં બે વખત ગેસ સીલીન્ડર ફ્રી રીફીલીંગ કરી આપવા માટે "Extended રાજ્ય PNG/LPG" સહાય
યોજના હેઠળ એપ્રિલ-૨૦૨૫ થી સપ્ટેમ્બર-૨૦૨૫ ના પ્રથમ ક્વાર્ટર અને ઓક્ટોબર-૨૦૨૫ થી માર્ચ-૨૦૨૬ના બીજા
ક્વાર્ટર દરમ્યાન ડાંગ જિલ્લાના તમામ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ગેસ ફ્રી રીફીલીંગનો લાભ લેવા જિલ્લા વહીવટી
તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ યોજના અંતર્ગત એપ્રિલ-૨૦૨૫ થી સપ્ટેમ્બર-૨૦૨૫, સુધીના પ્રથમ ક્વાર્ટરની મુદ્દત તારીખ ૩૦ સપ્ટેમ્બરના રોજ પૂર્ણ
થતી હોય "પ્રધાનમંત્રી ઉજવલા યોજના" ના પ્રથમ ક્વાર્ટરનો લાભ મેળવવાનો બાકી હોય તેવા લાભાર્થીઓને પ્રથમ તબક્કાનો
લાભ તારીખ ૩૦ સપ્ટેમ્બર સુધીમાં મેળવી લેવા ડાંગ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા અનુરોધ કરાયો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!