અધ્યયન – અદયાપનના સુચારુ આયોજન માટે ડાંગ જિલ્લાના ધોરણ ૩ થી ૮ ના શિક્ષકો માટે શિક્ષક આવૃત્તિ આધારિત તાલીમ નો પ્રારંભ કરાયો :
ડાંગ માહિતી બ્યુરો & યંગ ગુજરાત ન્યૂઝ ડીજીટલ ટીમ ડાંગ

આહવા: તા: ૭: ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (જીસીઈઆરટી) ગાંધીનગર આયોજિત
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન – વઘઈ દ્વારા ડાંગ જિલ્લાના ધોરણ ૩ થી ૮ ભણાવતા શિક્ષકો માટે શિક્ષક આવૃત્તિ
આધારિત તાલીમનું આયોજન કરવામાં આવેલ છે.
રાષ્ટ્રીય શિક્ષણ નતિ ૨૦૨૦ અને રાષ્ટ્રીય અભ્યાસક્રમ રૂપરેખા શાળા શિક્ષણ ૨૦૨૩ ના દિશાદર્શન અનુસાર જુદા જુદા
વિષયોના અનુબંધ માટે તેમજ ૨૧ મી સદીના કૌશલ્યોની ખીલવણી અને ભારતીય જ્ઞાન પરંપરા સાથેના અનુબંધ અનુસાર
અધ્યન અધ્યાપન પ્રક્રિયાના સુચારું આયોજન સંદર્ભે ધોરણ ૩ થી ૮ ભણાવતા શિક્ષકો માટે ગુજરાતી, ગણિત, વિજ્ઞાન અને
ટેકનોલોજી, સામાજિક વિજ્ઞાન, હિન્દી, સંસ્કૃત, અને અંગ્રેજી વિષયોની શિક્ષક આવૃતિ જીસીઈઆરટી દ્રારા તૈયાર કરવામાં
આવી છે. જેની હાલ સમગ્ર રાજ્યમાં તાલીમ ચાલી રહી છે.
આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે શિક્ષક આવૃત્તિમાં શિક્ષકે એકમ કેવી રીતે શીખવવું, અધ્યયન નિષ્પતિ આધારિત ચોક્કસ
આયોજન, વિષયવસ્તુના મુદ્દાને બાળકોને સરળતાથી અને સહજતાથી શીખવવા માટેની જુદી જુદી પ્રવૃત્તિઓ તથા વિષયને
જીવંત બનાવવા માટે યોગ્ય યુક્તિ પ્રયુક્તિઓના આયોજન અંગેનું શિક્ષકોને માર્ગદર્શન મળી રહે તે રીતે શિક્ષક આવૃત્તિ તૈયાર
કરવામાં આવી છે જે શિક્ષક માટે દિશા દર્શક છે.
ડાંગ જિલ્લાના ત્રણે તાલુકાઓ આહવા, વઘઈ અને સુબીરમાં તા. ૧૮ ઓગસ્ટ ૨૦૨૫ થી ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન
ધોરણ ૩ થી ૮ ભણાવતા વિષય વાર શિક્ષકોને શિક્ષક આવૃત્તિ આપી તેમને તાલીમબદ્ધ કરવામાં આવી રહ્યા છે. તાલીમ
દરમિયાન પ્રાચાર્યશ્રી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વઘઈ, તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ વિવિધ તાલીમ
વર્ગોની મુલાકાત લઇ શિક્ષકોને માર્ગદર્શિત કર્યા હતા.