આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત વ્યારા ખાતે આયોજિત ડિસ્ટ્રીક્ટ પ્રોસેસ લેબ તથા બ્લોક માસ્ટર ટ્રેનરની ત્રિદિવસીય વર્કશોપનું સમાપન
તાપી જિલ્લા માહિતી બ્યુરો & યંગ ગુજરાત ન્યૂઝ ડીજીટલ ટીમ તાપી

‘આદિ કર્મયોગી અભિયાનને સફળ બનાવવા સહિયારા પ્રયાસો અને સમર્પણની જરૂરિયાત પર ભાર મૂકતા કલેક્ટર ડૉ. વિપિન ગર્ગ
ઉપસ્થિત મહાનુભાવના હસ્તે આદિ કર્મયોગીઓને સર્ટિફિકેટ વિતરણ કરાયુંઆદિ કર્મયોગી અભિયાન અંતર્ગત ડિસ્ટ્રિક્ટ પ્રોસેસ લેબ તથા બ્લોક માસ્ટર ટ્રેનર માટે વ્યારા ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકર હોલમાં આયોજિત ત્રિદિવસીય વર્કશોપનું સફળ સમાપન થયું. સમાપન પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. વિપિન ગર્ગે જણાવ્યું કે “આદિ કર્મયોગી અભિયાનને સફળ બનાવવા સહિયારા પ્રયાસો, ટીમવર્ક અને સમર્પણ અત્યંત જરૂરી છે. દરેક કર્મયોગીએ પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવી જોઈએ.” તેમણે તમામ આદિ કર્મયોગીઓને અભિનંદન પાઠવતા અભિયાનમાં સક્રિય સહભાગી થવા પ્રેરણા આપી.ત્રણ દિવસ દરમિયાન તાલીમ લીધેલ આદિ કર્મયોગીઓએ પોતાના અનુભવ શેર કર્યા હતા. પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવના હસ્તે આદિ કર્મયોગીઓને પ્રમાણપત્ર વિતરણ પણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં વહીવટદાર શ્રી જયંતસિંહ રાઠોડ સહિત ઉચ્ચ અધિકારીઓ, તાપી જિલ્લાના અધિકારીઓ, બ્લોક માસ્ટર ટ્રેનરો તથા સાત તાલુકાના આદિ કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.