નવસારી

ગણદેવીતાલુકા નો ૭૬’મો વન મહોત્સવ વડસાંગળ ગામે વૃક્ષ, પાણી, પર્યાવરણ જાળવણી નાં સંકલ્પ સાથે ઉજવાયો

માહિતી બ્યુરો નવસારી & નવસારી જિલ્લા બ્યુરો ચીફ પ્રિતેશભાઈ પટેલ.

ગણદેવી તાલુકા કક્ષાનો ૭૬’મો વન મહોત્સવ રવિવાર સવારે વડસાંગળ શાળામાં યોજાયો હતો. પર્યાવરણ ની સમસ્યાના ઉપાય માટે વન, વૃક્ષ ઉછેર સમયની માંગ છે એવી હૃદયસ્પર્શી હાકલ કરાઇ હતી.

નવસારી સામાજિક વનીકરણ વિભાગના ગણદેવી (રેંજ) તાલુકા કક્ષાનો ૭૬’મો વન મહોત્સવ વડસાંગળ
ગામની શાળા માં રવિવાર સવારે યોજાયો હતો. જેમાં વન વિભાગની ઉત્કૃષ્ટ કામગીરી ને બિરદાવવામાં આવી હતી. વન વિભાગના છાયાબેન પટેલ એ સૌને આવકારી વર્ષભર ની કામગીરી નો ચિતાર રજૂ કર્યો હતો. સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત ઉજ્જડ તથા બિન ઉપજાઉ જમીનમાં મોટાપાયે વનીકરણ કરવું, રાજ્ય અને તાલુકા નું ગ્રીન કવર વધારવું તેમજ લોકોને જાગૃત કરી જનભાગીદારી વધારી વૃક્ષો થકી લોકોની આજીવિકા માં વધારો કરવા સરકાર કટિબદ્ધ છે. ગણદેવી રેન્જ માં ચાલુ વર્ષે જુદી જુદી યોજના હેઠળ ૨૯૭ હેકટર વિસ્તારોમા ૨,૪૫,૫૦૩ વૃક્ષો નું વાવેતર કરાયું છે, એંધલ, અજરાઈ, ખાપરવાડા ખાતાકીય નર્સરી તેમજ જુદા જુદા ગામો માં ડીસીપી અને એસએચજી ગ્રુપ નર્સરી મળી ૭,૧૩૦૦૦ રોપા નો ઉછેર કરાયો હતો. તેમજ રોપા વિતરણ કરાયા હતા. તદઉપરાંત ચાલુ વર્ષે ગણદેવી તાલુકાના દેવસર, ગડત ગામો અને ગણદેવી શહેરમાં ૧૦૦ થી વધુ વિવિધ જાતો નાં ૩૦ હજાર રોપા વાવેતર કરી વન કવચ નાં નિર્માણ કરાયા છે. આ પ્રસંગે ગણદેવી ધારાસભ્ય નરેશ પટેલ એ વૃક્ષરથ ને લીલીઝંડી આપી હતી. અને તેમણે ઉજ્જડ તથા બિનઉપજાઉ જમીનમાં મોટા પાયે વનીકરણ કરવા,લોકોને જાગૃત કરી જનભાગીદારી વધારી વૃક્ષો થકી લોકોની આજીવિકામાં વધારો કરવા તેમજ કોરોના કાળમાં ઉદ્દભવેલી ઓક્સિજનની સમસ્યા યાદ કરી વૃક્ષારોપણ માટે આહવાન કર્યું હતું. ઉધોગ ધંધા સાથે પર્યાવરણનાં સંતુલન માં વૃક્ષો ની મહત્તા સમજાવી હતી. ગણદેવી તાલુકા પંચાયત પ્રમુખ પ્રશાંત શાહ, ઉપપ્રમુખ નીતા દેસાઈ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન શીલા પટેલ, મહેશ પટેલ, ગણદેવી પાલિકા પ્રમુખ ભાવેશ પટેલ, પ્રાણલાલ પટેલ, સરપંચ રશ્મિબેન પટેલ, મનોજભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ શૈલેષ હળપતિ, શાંતિલાલ પટેલ, સનમ પટેલ, રીનું પટેલ, તેમજ વનવિભાગના છાયાબેન પટેલ ની સમગ્ર ટીમ,અને મોટી સંખ્યામાં ગ્રામજનો, સરપંચો, અધિકારીઓ,અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!