ડોલવણ તાલુકા ચૌધરી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા દ્વિતીય સાધારણ સભાનુ કરવામાં આવ્યુ.
યંગ ગુજરાત ન્યૂઝ ડીજીટલ તાપી (ડોલવણ)

ડોલવણ તાલુકા ચૌધરી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા દ્વિતીય સાધારણ સભાનુ આયોજન કરવામાં આવ્યુ જેમા મુખ્ય અધ્યક્ષ તરીકે ગુજરાત રાજ્ય આદિજાતિ મોરચાના અધ્યક્ષ શ્રી તથા ગુજરાત રાજ્ય રેસીડેન્સી મોડેલ એકલવ્ય સ્કૂલના ડિરેક્ટર શ્રી અર્જુનભાઈ ચૌધરી તથા મુખ્ય મહેમાન તરીકે 171 વ્યારા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોકની હાજર રહ્યા વિશેષમાં અંકલેશ્વર કોલેજના પ્રાધ્યાપકશ્રી જ્યોતિબેન ચૌધરી હાલમાં જ તેમને માનનીય શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોલીના હસ્તે એમની નવલકથાનું વિમોચન કરવામાં આવ્યું જેમાં દક્ષિણ ગુજરાત આદિજાતિ બોલીને વિવિધતા વિશે જાણકારી આપવામાં આવેલ છે …
વિષેશ ઊપસ્થિતમાં તાપી જિલ્લા ભાજપા સંગઠનના મહામંત્રી ડોક્ટર નિલેશભાઈ ચૌધરી એપીએમસી માર્કેટ યાર્ડના ડિરેક્ટર શ્રી ગણેશભાઈ ચૌધરી ઇજનેર શ્રી વ્યારા જીબી શ્રી નિલેશભાઈ ચૌધરી ડોક્ટર ચિન્ટુભાઈ ચૌધરી તેમજ સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો …ટ્રસ્ટના સભ્યશ્રીઓ. … તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ. ..સરપંચશ્રીઓ વગેરે હાજર રહ્યા
.સભાના અધ્યક્ષ શ્રી અર્જુનભાઈ ચૌધરી દ્વારા ચૌધરી સમાજને સંબોધન કરવામાં આવ્યું કે જે સમાજમાં બોલે છે બોલવા દો આગળ વધે છે વધવા દો તેની નિંદા કે હસી કરવી નહીં એને પ્રોત્સાહન આપો નહીં કે હસી કરવી સમાજને એક શિક્ષણ ક્ષેત્રે આગળ આવવા તથા પોતાના બાળકોને આજના આધુનિક યુગના અમુક દૂરવ્યસનો તથા મોબાઇલથી દૂર રહીને થોડો સમય પોતાના કુટુંબ માટે તથા સમાજ માટે આપવાની હાકલ કરી …
કોલેજના પ્રાધ્યાપક શ્રીમતી જયશ્રીબેન પટેલે જણાવ્યું કે આપણે ચૌધરી સમાજની પ્રણાલીને જાળવી રાખી તથા હંમેશા ઘરે પોતાના સમાજની બોલી જ બોલવાની હક્કલ કરી તેમ જ સભામાં ઉપસ્થિત તમામને જણાવ્યુ કે સમાજને માટે સમયનેા યોગદાન ખૂબ જ જરૂરી છે સમજમાં જાગૃતિ લાવવાના ઉદેશ્ય સાથે જણાવ્યું કે હવે અત્યારની આધુનિક પદ્ધતિ કે પ્રથા બદલવાની જરૂર છે તો હવે આપણે પહેલ કરવાની જરૂર છે આપણા સમાજની જૂની પ્રણાલીને આપણા વડીલોએ અપનાવેલી જેને ફરી ઉજાગર કરવાની….. શ્રીમતિ જયશ્રીબેન ચૌધરી તરફથી ધારાસભ્ય મોહનભાઈ કોંકણી સાહેબને એમના હસ્તે લખાયેલી બુક ભેટ કરવામાં આવી….
તાલુકામાંથી સમાજના લોકો ખુબ મોટી સંખ્યામાં હાજર રહી …શ્રાધ્ધપર્વ હોવા છતાં પણ હાજર રહી સમાજ માટે લાગણી ઉજાગર કરી ….સભા દરમિયાન ડોલવણ તાલુકાની તમામ પ્રાથમિક શાળાના ધોરણ સાત તથા ધોરણ આઠમાં પ્રથમ આવનાર બાળકોને અભ્યાસની કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા તથા ચૌધરી સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓને રમત ગમતમાં ગોલ્ડમેડલ કે સિલ્વર મેડલ મેળવ્યા હોય તેવા રમતવીરોને સાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા ……