* વ્યારા ખાતે ‘રકતદાન, મહાદાન’ની ભાવના સાર્થક કરતો રક્તદાન કેમ્પ યોજાયો* તાપી જિલ્લા સંયુક્ત કર્મચારી મંડળો, સંઘો અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે મેગા રક્તદાન કેમ્પ આયોજિત કરવામાં આવ્યો
તાપી જિલ્લા માહિતી બ્યુરો & યંગ ગુજરાત ન્યૂઝ ડીજીટલ ટીમ

તાપી જિલ્લાના વ્યારા ખાતે તા.૧૬ ના રોજ જિલ્લા સેવા સદન ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
એક કર્મચારી – એક રક્તદાતા : મહાયજ્ઞ ના સૂત્ર સાથે ગુજરાત સરકારના રાજ્ય તથા પંચાયત હસ્તકના તમામ કર્મચારીઓ, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો અને મહેસુલી કર્મચારીઓ, પોલીસ, ફોરેસ્ટ, શિક્ષણ, આરોગ્ય તથા વિવિધ મંડળો-સંઘોના સભ્યો આ રક્તદાન મહાયજ્ઞમાં ઉત્સાહભેર જોડાયા હતા.
આ રક્તદાન કેમ્પનો મુખ્ય હેતુ તાપી જિલ્લામાં અંતરિયાળ વિસ્તારમાં આપાતકાલિન સંજોગોમાં સિકલસેલના દર્દીઓ, થેલેસેમીયા, હિમોફિલીયાં, ઓપરેશન દરમિયાન, સગર્ભા અવસ્થા તથા પ્રસૂતિ વખતે જરૂરીયાતમંદ દર્દીઓને સમયસર રક્ત મળી રહે તેના માટે આયોજિત કરવામાં આવ્યો હતો. માતા મૃત્યુદર ઘટાડવા અને માનવસેવાને સમર્પિત આ કાર્યક્રમથી જિલ્લામાં તેમજ સમાજમાં સકારાત્મક પ્રેરણા ફેલાશે.
બ્લડબેંકના સહયોગથી યોજાયેલા રકતદાન કેમ્પમાં જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચાના મહામંત્રી શ્રી સુરેશભાઈ ગામીત, કન્વીનર શ્રી સંજય પટેલ, પ્રમુખશ્રી શ્રી સુધાકર ગામીત, પ્રા.શિક્ષણાધિકારી શ્રી વર્ષા વસાવા, મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી અનિલ વસાવા, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી ઋષિ ગામીત, ટી.પી.ઓ શ્રી અરવિંદ ગામીત તેમજ અન્ય હોદ્દેદારો, કર્મચારીઓ, બ્લડ બેંકની ટીમ અને સહાયકો જોડાયા હતા.
રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગલિયા, અધિક નિવાસી કલેકટરશ્રી આર.આર. બોરડ, તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સુશ્રી ખ્યાતીબેન પટેલ ઉપસ્થિત રહી સૌને પ્રાસંગિક પ્રૃછા કરી શુભકામનાઓ આપી હતી.