તાપી

સ્વચ્છ ભારત મિશન (ગ્રા) અંતર્ગત ‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૫’ અભિયાન: સોનગઢમાં સ્વચ્છોત્સવ કાર્યક્રમ અંતર્ગત ૨૧ ગ્રામ પંચાયતોને વાહનો અર્પણ કરાયા

માહિતીબ્યુરો,& યંગ ગુજરાત ન્યૂઝ ડીજીટલ ટીમ

સોનગઢ: સ્વચ્છ ભારત મિશન (ગ્રા) હેઠળ ‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૫’ અભિયાન અંતર્ગત, સોનગઢ નગરપાલિકાના રંગ ઉપવન ખાતે સ્વચ્છોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજ્ય મંત્રી, આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગ, કુંવરજીભાઈ હળપતિ અધ્યક્ષ સ્થાને હાજર રહ્યા હતા તેમજ જિલ્લા અને તાલુકાના ઉચ્ચ પદાધિકારીઓ અને અધિકારીઓ, તેમજ સ્થાનિક પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પધારેલા મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે આપણા દેશના બે મહાનુભાવોએ આપણને અંગ્રેજોની ગુલામી માંથી આઝાદ કરાવ્યા હતા તેવા મહાત્મા ગાંધી અને સરદાર પટેલ સ્વચ્છતાના ખુબ આગ્રહી હતા. આપણે ગંદકીમાંથી હજુ પણ આઝાદ નથી થયા ત્યારે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ આપણા દેશને સ્વચ્છ બનાવવાની નેમ સાથે એક ઉત્સવ તરીકે સફાઈ અભિયાન કરાવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે સ્વચ્છતા માટે કામ કરવુ તે કઈ નાનપનું કામ નથી.
વ્યારાના ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકણી, માંડવીના ધારાસભ્ય શ્રી જયરામભાઈ ગામીત, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રામનિવાસ બુગલિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રીમતી ખ્યાતિબેન પટેલ અને સોનગઢ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી સારિકાબેન પાટીલ હાજર રહ્યા હતા. તાપી જિલ્લા પંચાયતના પ્રમુખ
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સ્વચ્છતા અભિયાનને વેગ આપવાનો હતો. જેના ભાગરૂપે, સોનગઢ તાલુકાના ૨૧ ગામના સરપંચોને ૧૫માં નાણાપંચ હેઠળ ઘન કચરાના નિકાલ માટે અદ્યતન વાહનોનું વિતરણ અને લોકાર્પણ મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે કરવામાં આવ્યું હતું. આ વાહનો દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં કચરાને સેગ્રીગેટ કરીને ભીનો તેમજ સુકા કચરા તરીકે યોગ્ય વ્યવસ્થાપન કરી કચરામાંથી રીસાયકલ પ્રોસેસ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં ‘વિકસિત ભારત’ અંતર્ગત પોસ્ટર પ્રદર્શન સોનગઢના રંગ ઉપવનમાં યોજવામાં આવ્યું હતું, જેમાં સ્વચ્છ અને વિકસિત ભારતના નિર્માણ માટેના સંદેશાઓ રજૂ કરાયા હતા. આ સાથે ઉપસ્થિત સૌએ સ્વચ્છતા શપથ લીધા હતા, જેમાં સમગ્ર વર્ષ દરમિયાન સ્વચ્છતા અભિયાનને ચાલુ રાખવાનો સંકલ્પ લેવાયો હતો. સ્ટેજ પ્રોગ્રામ બાદ મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ, જિલ્લા પંચાયતના પ્રમુખ જાલમસિંહ વસાવા, ધારાસભ્ય મોહનભાઈ કોંકણી અને જયરામભાઇ ગામીત, જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગલીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ખ્યાતી પટેલ, સોનગઢ નગરપાલિકાના પ્રમુખ સરીકાબેન પાટીલ અન્ય અધિકારીઓ અને કર્મચારીગણ સોનગઢ એસ.ટી ડેપો વિસ્તાર, નગરપાલિકા પ્રાંગણમાં સફાઈ અભિયાન આદરી સ્વચ્છતાનો સંદેશ ફેલાવ્યો હતો. ઘન કચરાના નિકાલ માટે સોનગઢ ગાર્ડન ખાતેથી ૨૨ ખાસ બનાવેલા હાઈડ્રોલીક વાળા ટાટા એસ મોડેલના વાહનોને ગ્રામ પંચાયતોના ઉપયોગ માટે લીલી ઝંડી આપી હતી.
આ કાર્યક્રમથી ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધશે અને સ્વચ્છ ભારત મિશનને વધુ વેગ મળશે એવી આશા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!