લાંબા સમય બાદ પ્રદિપસિંહ જાડેજા `કમલમ’ના મંચ પર દેખાયા : રાજકીય `વનવાસ’ પુરો થયાના સંકેત
જિલ્લા બ્યુરો ચીફ

રાજકોટ : ગુજરાતમાં એક તરફ નવા પ્રદેશ પ્રમુખ અંગે ચર્ચા છે. તે સમયે લાંબા સમય બાદ પુર્વ ગૃહ રાજયમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા કમલમમાં ભાજપના મંચ પર દેખાયા હતા.
અગાઉ રૂપાણી સહિતની સરકારમાં મહત્વની ભૂમિકા ભજવનાર શ્રી જાડેજાને જો કે 2022ની ધારાસભા ચૂંટણીમાં ટિકીટ પણ આપવામાં આવી ન હતી અને બાદમાં તેઓ ભાગ્યે જ જાહેરમાં દેખાયા હતા પણ હવે આજે તેઓ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલની હાજરીમાં મંચ પર હતા.
પક્ષ દ્વારા જે સ્વદેશી અભિયાન શરૂ કરાયુ છે તેના કન્વીનર તરીકે પ્રદીપસિંહ જાડેજાને જવાબદારી સોપાઈ છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે પક્ષના નવા પ્રદેશ પ્રમુખમાં પ્રદિપસિંહ જાડેજાનું એક નામ પણ ચર્ચામાં છે.
હવે એ પણ ચર્ચા છે કે જે રીતે ભાજપના ડિસેમ્બર સુધીના કાર્યક્રમો નિશ્ચિત થઈ ગયા છે તેથી નવા પ્રદેશ પ્રમુખની વરસી પણ પાછી ઠેલાઈ શકે છે………..સાભાર.સા. સમાચાર