દેશના નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે સીપી રાધાકૃષ્ણનનું નામ જાહેર કરવામાં આવ્યુ છે. સીપી રાધાકૃષ્ણનને 452 મત મળ્યા હતા. મંગળવારે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઇ હતી. સીપી રાધાકૃષ્ણન સામે બી.સુદર્શન રેડ્ડી મેદાને ઉતર્યા હતા.
દિલ્હી

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં NDAને મળી જીત, CP Radhakrishnanને મળ્યા 452 વોટ
દેશના નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે સીપી રાધાકૃષ્ણનનું નામ જાહેર કરવામાં આવ્યુ છે. સીપી રાધાકૃષ્ણનને 452 મત મળ્યા હતા. મંગળવારે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઇ હતી. સીપી રાધાકૃષ્ણન સામે બી.સુદર્શન રેડ્ડી મેદાને ઉતર્યા હતા.
એનડીએને મળી જીત
સીપી રાધાકૃષ્ણન દેશના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. તેઓ દેશના 17મા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. ચૂંટણીમાં તેમને 452 મત મળ્યા હતા. બીજી તરફ, બી સુદર્શન રેડ્ડીને હારનો સામનો કરવો પડ્યો હતો. રેડ્ડીને 300 મત મળ્યા હતા. કુલ 767 સાંસદોએ મતદાન કર્યું હતું. ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં કુલ 98.2 ટકા મતદાન થયું હતું.
રાજ્યસભાના અધ્યક્ષ પદની જવાબદારી
NDA ઉમેદવાર અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. રાજ્યસભાના મહાસચિવ પી.સી. મોદીએ જણાવ્યું હતું કે તેમને 452 મત મળ્યા છે. વિપક્ષના ઉમેદવાર જસ્ટિસ સુદર્શન રેડ્ડીને 300 મત મળ્યા છે. રાધાકૃષ્ણનનો વિજય સ્પષ્ટ માર્જિનથી નિશ્ચિત થયો હતો. રાધાકૃષ્ણનના નામાંકન પછી NDA છાવણીનો હાથ ઉપર હોવાનું માનવામાં આવતું હતું. તેમની ચૂંટણી સાથે, તેઓ હવે રાજ્યસભાના અધ્યક્ષ પદની જવાબદારી પણ સંભાળશે.
સાંસદોએ ક્રોસ-વોટિંગ કર્યું
INDIA ગઠબંધનનો દાવો હતો કે તેમના ઉમેદવારને 315 મત મળશે. આનો અર્થ એ થયો કે લગભગ 15 વિપક્ષી સાંસદોએ ક્રોસ-વોટિંગ કર્યું હશે. તેમના નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી.
NDA ઉમેદવારને કુલ મતો કરતાં 14 વધુ મત મળ્યા
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીના રિટર્નિંગ ઓફિસર પીસી મોદીએ જણાવ્યું હતું કે ચૂંટણીમાં 767 સાંસદોએ મતદાન કર્યું હતું, જેમાંથી 15ને અમાન્ય જાહેર કરવામાં આવ્યા હતા. કાગળ પર, NDA ને 427 સાંસદોનો ટેકો હતો અને YSRCP ના 11 સાંસદોએ પણ રાધાકૃષ્ણનના પક્ષમાં મતદાન કર્યું હતું. પરંતુ NDA ઉમેદવારને કુલ મતો કરતાં 14 વધુ મત મળ્યા હતા, જેના કારણે વિપક્ષી છાવણીના સાંસદો દ્વારા ક્રોસ વોટિંગની અટકળો છે. બીજુ જનતા દળ (BJD), ભારતીય રાષ્ટ્ર સમિતિ (BRS), શિરોમણી અકાલી દળ (SAD) અને અપક્ષ સાંસદો સહિત 13 સાંસદો ચૂંટણીથી દૂર રહ્યા હતા