વિકાસ સપ્તાહ અને પોષણમાસની ઉજવણી અંતર્ગત તાપી જિલ્લામા પૂર્ણા આરોગ્ય કેમ્પ યોજાયો- અંદાજિત ૧૮૭ કિશોરીઓના આરોગ્ય તપાસ સાથે પોષણ જાગૃતિનો સંદેશ અપાયો – મહાનુભાવો દ્વારા વિકાસ રથ અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી –
માહિતી બ્યુરો,તાપી

મહાનુભાવો દ્વારા વિકાસ રથ અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી
–
વિકાસ સપ્તાહ અને પોષણમાસની ઉજવણીના ભાગરૂપે પૂર્ણાયોજના અંતર્ગત ઉચ્છલ તાલુકાના દરેક ગામમાં જિલ્લા પંચાયત બેઠક પ્રમાણે તેમજ દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (P.H.C.) પર આરોગ્ય તપાસણીઓનું આયોજન કરાયું હતું.
આરોગ્ય કેમ્પ દરમિયાન ૧૮૭ કિશોરીઓના BMI અને HB ની તપાસ કરવામાં આવી હતી. સાથે કિશોરીઓને પોષણ, આરોગ્ય અને સ્વચ્છતા અંગે શિક્ષણ આપવામાં આવ્યું હતું. કિશોરીઓને સંતુલિત આહાર, આયરન યુક્ત ખોરાક અને સ્વસ્થ જીવનશૈલી અંગે માર્ગદર્શન આપાયું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ વિકાસ રથ અંગે સૌને માહિતી પૂરી પાડી અને સરકારશ્રી દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત સમજ આપી હતી.
વિકાસ સપ્તાહના અવસરે, સમગ્ર જિલ્લામાં આરોગ્ય, શિક્ષણ, પોષણ અને ગ્રામ વિકાસને સમર્પિત અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેનો મુખ્ય હેતુ છેવાડાના નાગરિક સુધી વિકાસ પહોંચાડવાનો સંકલ્પ સાકાર કરવો છે.
આ પ્રસંગે તાપી જિલ્લા પ્રમુખ શ્રી જાલમસિંહભાઈ વસાવા, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર, મેડિકલ ઓફિસર, તેમજ આરોગ્ય કાર્યકર, આશા વર્કર, આંગણવાડી કાર્યકર, શિક્ષકગણ, વિસ્તરણ અધિકારી (ખેતી), FHW, CHO અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા.