વલસાડ
વલસાડ જિલ્લા આદિવાસી સમાજના આગેવાનો દ્વારા સુપ્રીમ કોર્ટનાં સિજેઆઈ બી.આર.ગવઈના સમર્થનમાં આવેદનપત્ર આપ્યુ.
વલસાડ

સુપ્રીમ કોર્ટનાં ચીફ જસ્ટિસ બી.આર.ગવઈ પર વકીલ રાજેશ કિશોર દ્વારા બુટ છુટ્ટુ મારવાની ઘટનાનો સમગ્ર દેશમાં ખુબ જ ઉગ્ર પડઘા પડ્યા છે.વલસાડ જિલ્લાના આદિવાસી સમાજના આગેવાનો શૈલેષભાઈ પટેલ મયુરભાઈ પટેલ,સુમનભાઈ, ભીખુભાઈ,મુકેશભાઈ,ઉમેશભાઈ દ્વારા વલસાડ કલેકટર કચેરીમાં આવેદનપત્ર આપી વકીલ રાજેશ કિશોરને રાષ્ટ્રદ્રોહી જાહેર કરી આજીવન કારાવાસની સજા મળે એવી માંગ કરી છે.આ બાબતે સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લાના પ્રમુખશ્રી ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું કે ન્યાયાતંત્ર પરનો હુમલો એ દેશની સંપ્રભુતા અને નિષ્પક્ષતા પર હુમલો છે.આવા જાતિવાદી માનસિકતા ધરાવતા વ્યક્તિઓ દેશનું ભવિષ્ય અંધકારમય બનાવી રહ્યા છે.ન્યાયતંત્ર નિષ્પક્ષ રહીને કામ કરી શકે તે ખુબ જ જરૂરી છે અને એના માટે દેશ નાત-જાત,ધર્મ-સંપ્રદાયથી ઉપર રહી ફક્ત ભારતીય અને માણસ બનીને રહે એ ખુબ જ જરૂરી છે.