Uncategorized

સર્વરની વારંવારની ક્ષતિ, ડોરસ્ટોપ ડિલીવરીનાં કોન્ટ્રાકટરોની બેદરકારી સહિતના કારણોસર છ – છ માસથી લાખો ગરીબોને સરકારી અનાજ મળતુ નથી!

યંગ ગુજરાત ન્યૂઝ ડીજીટલ બ્યુરો ટીમ અમદાવાદ

ગુજરાતનાં જરૂરિયાતમંદ લાખો ગરીબોને દર માસે સમયસર અને નિયમિત રીતે અનાજ-ખાંડ-કઠોળનો જથ્થો મળી રહે તે બત ઉપર રાજય સરકાર ભાર મુકી રહી છે. પરંતુ, સરકારની આ નીતિનો ખુદ સરકારનાં જ પુરવઠા નિગમ દ્વારા ભંગ કરાઈ રહ્યો હોવાનું છેલ્લા કેટલાંક મહિનાઓથી ચિત્ર ઉપસી રહ્યું છે.

કારણ કે, દર માસે સર્જાતી માથાનાં દાખલારૂપ સર્વરની સમસ્યા તો ડોરસ્ટેપ ડિલીવરી સંભાળતા કોન્ટ્રાકટરોની બેદરકારી સહિતનાં પ્રશ્નો ઉભા જ હોય છે. જેથી છેલ્લા છ માસથી રાજકોટ સહિત રાજયનાં અનેક જિલ્લામાં હજારો લાભાર્થીઓ જથ્થાથી વંચિત રહી જાય છે.

પુરવઠા વિભાગનાં વેપારી વર્તુળોમાંથી મળતી વિગતો મુજબ કોઈને કોઈ કારણોસર ગત જૂન માસથી રાજકોટ સહિત રાજયનાં અનેક જિલ્લામાં લાખો લાભાર્થીઓ જથ્થાથી વંચિત રહી જાય છે અને જે-તે માસનાં જથ્થાથી વંચિત રહેલા લાભાર્થીઓને બાકી રહેલા માસનો જથ્થો પણ ઉપલબ્ધ કરાવાતો નથી. આ પ્રશ્ને વેપારી સંગઠનોએ પણ પુરવઠા નિગમમાં અનેક રજૂઆતો કરી છે. પરંતુ, આજ સુધી આ વિકટ પ્રશ્ન હલ થયો નથી.

ગત નવેમ્બર માસનીજ વાત કરીએ તો, રાજકોટ સહિત રાજયભરનાં 7 લાખથી વધુ લાભાર્થીઓ જથ્થાથી વંચિત રહી ગયા હતા અને આ બાકી રહેલા લાભાર્થીઓને નવેમ્બરનાં જથ્થાનું વિતરણ થઈ શકે તે માટે વેપારી સંગઠને રજુઆત પણ કરી હતી. છતા આજ સુધી પુરવઠા વિભાગે વિતરણની તારીખ લંબાવી હતી.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ 74 લાખ ગરીબ અને જરૂરિયાતમંદ કુટુંબોને દર માસે મફત અને વ્યાજબી ભાવે અનાજ કઠોળ ખાંડ નમક વગેરે જનસીઓ આપવામાં આવે છે ગત નવેમ્બર માસમા મોટાભાગના તાલુકા અને શહેરોમાં વ્યાજબી ભાવની દુકાન ખાતે મોડો જથ્થો પહોંચવાના કારણે હજારો રેશનકાર્ડ ધારકો નવેમ્બર માસના જથ્થાથી વંચિત રહેલા છે.

એક તરફ અમુક દુકાનો ખાતે જથ્થો મોડો પહોંચ્યો છે જ્યારે બીજી તરફ સર્વરમા આવતી સતત એરરો અને વારંવાર સર્વરનુ ડાઊન થવું ઊપરથી ઓટીપી દ્વારા વિતરણ ન કરવાની અધિકારીઓ દ્વારા આપવામાં આવેલ સૂચના ને કારણે નવેમ્બર માસનું વિતરણ ખુબજ ઓછુ થયુ છે.

સાથે સાથે ગ્રાહકો જે ગ્રાહકનો ફિંગર પ્રિન્ટ મેચ ન થાય તો રાશનકાર્ડમા સમાવિષ્ટ અન્ય સભ્યને બોલાવોને તેના બાયોમેટ્રિક ટ્રાય કરવાના આવુ વારંવાર કરવાથી રાશનકાર્ડ ધારકોને હેરાનગતિ ભોગવી પડી છે.

ત્યારે ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા રાજ્યના સંયુક્ત નિયામક સહિતના અધિકારીઓને મેસેજ તથા ફોન કોલ થી નવેમ્બર માસના વિતરણની મુદત વધારવા માટે અપીલ કરેલી હતી.

જો નવેમ્બર માસના વિતરણની મુદત વધારી અને ડિસેમ્બર માસની શરૂઆતમાં નવેમ્બર માસમા બાકી રહી ગયેલા રાશનકાર્ડ ધારકોને નવેમ્બર માસના જથ્થાનુ વિતરણ થાય તો હજારો રેશનકાર્ડ ધારકો કે જેઓને કેન્દ્ર તથા રાજ્ય સરકાર તરફથી મળતી મફત તથા વાજબી ભાવની વિવિધ જનસીઓ મેળી શકે તથા રાજ્યના વ્યાજબી ભાવના દુકાનદારો કે તેમને વિતરણ માટે મિનિમમ કમિશન મેળવવા માટે ટાર્ગેટ આપવામાં આવે છે

આ ટાર્ગેટને પણ તેઓ પૂર્ણ કરી શકે સરકાર પાસે અને અધિકારીઓ પાસે આ પ્રકારની માંગણી એસોસિએશન દ્વારા કરવામા આવી છે આ તદ્દન વ્યાજબી તને ગરીબોના લાભાર્થેની માંગણી હોય અગાઉ પણ ઘણી વખત ડી.એસ.ડી. કોન્ટ્રાક્ટર લેબર કોન્ટ્રાક્ટર કે નિગમના પુરવઠાના ગોડાઉન દ્વારા સમયસર જતો પહોંચાડી ન સકાયો ન હોય અને મોટી સંખ્યામાં રેશનકાર્ડ ધારકો જે તે માસમાં જથ્થાથી વંચિત રહ્યા હોય.

ત્યારે આગળના માસના અમુક દિવસોમા વિતરણની મુદત વધારીને ગરીબો માટે આ પ્રકારના નિર્ણયો લેવામાં આવેલા છે નવેમ્બર 2025ના માસ માટે પણ આમ કરી અને રાજ્યના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને તેમને મળવાપાત્ર જથ્થો મેળવવાની એક તક આપી શકે છે.

આ માટે સરકારએ તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ એવુ ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનના હોદ્દેદારોએ જણાવ્યું હતું.છતા આજ સુધી તંત્ર વાહકોનાં પેટનું પાણી હલ્યુ નથી.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!