સરપંચ ધર્મેશ ચૌધરીના દૂરંદેશી નેતૃત્વનો ફળિયો – ઈસર ગામ વિકાસના નવા પથ પર
કિરણ ચૌધરી યંગ ગુજરાત ડિજીટલ ન્યૂઝ બ્યુરો ચીફ માંડવી (સુરત)

ઈસર ગામના ડેરી ફળિયામાં ભાથીજી મંદિર પાસે કુલ ₹7.43 કરોડના વિકાસ કાર્યોના ખાતમુહૂર્તનો ભવ્ય કાર્યક્રમ પૂર્વ મંત્રી તથા ધારાસભ્ય શ્રી કુંવરજીભાઈ હળપતિના વરદ હસ્તે યોજાયો હતો. ગામમાં ઢાંચાગત વિકાસના આ વહેણ પાછળ સૌથી મોટો ફાળો ઈસર ગામના જાગૃત, કર્મઠ અને વિકાસમુખી સરપંચ શ્રી ધર્મેશભાઈ ચૌધરીનો છે.
ગામની પ્રાથમિક જરૂરિયાતોને ઓળખીને, તેની પૂર્ણતા માટે સતત પ્રયત્નશીલ રહેતા ધર્મેશભાઈ ચૌધરી આજે ઈસર ગામના સૌથી વિશ્વસનીય અને લોકપ્રિય જનનાયક તરીકે ઊભર્યા છે. તેઓ માત્ર સરપંચ તરીકે નહીં, પરંતુ ગામના દરેક નાગરિકના પ્રશ્નોને પોતાનો પ્રશ્ન માનીને રાત-દિવસ કામ કરતા નેતા તરીકે ઓળખાય છે.
વિકાસના દરેક પ્રસ્તાવને રાજ્ય સરકાર સુધી પહોંચાડવા માટેની તેમની સતત દોડધામ, વિવિધ વિભાગોમાં થયેલી રજૂઆતો, અનુસરણ અને પ્રજાપ્રેમી દ્રષ્ટિકોણના પરિણામે આજે ઈસર ગામને ₹7.43 કરોડના વિશાળ પ્રોજેક્ટોની ભેટ મળી છે.
સ્થાનિક ગામજનો જણાવે છે કે—
“ગામને આગળ વધારવા માટેનો સાચો અર્થ જો કોઈએ બતાવ્યો હોય તો તે ધર્મેશભાઈ ચૌધરીએ.”
પાણી પુરવઠા સુધારણા હોય કે માર્ગ વિકાસ, સ્ટ્રીટલાઇટની વ્યવસ્થા હોય કે સફાઈ-નિકાશીનો મુદ્દો—ધર્મેશભાઈએ દરેક બાબતમાં આગેવાની લીધી છે. વિકાસના દરેક કાર્યમાં તેમની પારદર્શકતા, જવાબદારી અને પ્રજાપ્રેમ સ્પષ્ટ જોવા મળે છે.
તેઓ ગામના યુવાનોને રોજગાર, મહિલાઓને સુવિધાઓ અને વડીલોને આરામદાયક સુવિધાઓ મળે તે દિશામાં પણ સતત કાર્યો કરી રહ્યા છે. ગામમાં સર્વાંગી વિકાસની અભૂતપૂર્વ લહેર લાવવા પાછળ તેમની દૃઢ ઈચ્છાશક્તિ અને સફળ સંકલન મુખ્ય કારણ માનવામાં આવે છે.
વિકાસ કાર્યોની શરૂઆત સાથે હવે ગામજનોમાં નવજીવન અને નવી આશાનો માહોલ જોવા મળી રહ્યો છે, અને દરેક જણ ધર્મેશભાઈના કર્તવ્યનિષ્ઠ નેતૃત્વની હૃદયપૂર્વક પ્રશંસા કરી રહ્યા છે.



