ગાંધીનગર

મોત, કામનું ભારણ અને FIRની ધમકીઓ, SIR મુદ્દે સુપ્રીમે આપ્યા સખ્ત નિર્દેશ BLOની વ્યથા સુપ્રિમે સાંભળી : SIRમાં વધુ કર્મચારીઓને જોડવા રાજય સરકારને આદેશ

ગુજરાત સહિત દેશભરમાંથી સરની કામગીરી સમયએ બીએલઓના થઈ રહેલા અકુદરતી મોત અને આત્મહત્યાનો પડઘો પડયો : રાજય સરકારના વધુ કામગીરી સોંપાશે : કર્મચારીની ચિંતા કરવી એ સરકારની જવાબદારી છે.

સુપ્રીમ કોર્ટે ભારતીય ચૂંટણી પંચ (ECI) દ્વારા હાથ ધરાયેલી વિશેષ સઘન સુધારણા (Special Intensive Revision – SIR) પ્રક્રિયા દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સ (BLO) ના મૃત્યુની ઘટનાઓ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સર્વોચ્ચ અદાલતે BLO ઓ પરના કામના બોજને તાત્કાલિક ઘટાડવા માટે રાજ્યોને કડક અને મોટા નિર્દેશો આપ્યા છે.

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ BLO રાજ્ય સરકારના કર્મચારીઓ છે અને તેમની કાળજી લેવાની જવાબદારી સંપૂર્ણપણે રાજ્યોની છે.  કર્મચારીઓની સંખ્યા વધારોઃ રાજ્ય સરકારોએ SIR કાર્ય માટે વધારાના કર્મચારીઓ તૈનાત કરવા જોઈએ, જેથી હાલના ઇકઘ પરના કામના કલાકો અને કાર્યભાર આ પ્રમાણમાં ઘટાડી શકાય.

વૈકલ્પિક વ્યવસ્થાઃ CJI સૂર્ય કાંતે ટિપ્પણી કરી કે જો કોઈ કર્મચારી બીમાર હોય અથવા અસમર્થ હોય, તો રાજ્ય સરકાર વૈકલ્પિક કર્મચારીઓની તૈનાત કરી શકે છે. કેસ-ટુ-કેસ છૂટછાટઃ જો કોઈ કર્મચારી પાસે ડ્યૂટીમાંથી મુક્તિ માગવાનું કોઈ ખાસ કારણ હોય, તો સંબંધિત અધિકારીઓ કેસ-ટુ-કેસના આધારે આ મુદ્દા પર વિચાર કરી શકે છે.

કોર્ટે કડક શબ્દોમાં કહ્યું કે જ્યાં (BLOs ની સંખ્યા) દસ હજાર છે, ત્યાં 20 કે 30 હજાર કર્મચારીઓ લગાવી શકાય છે. “ચૂંટણી પ્રક્રિયા કાનૂની કાર્ય હોવાથી, રાજ્ય સરકારોએ વધારાના કર્મચારીઓ પૂરા પાડવા પડશે, જેથી હાલના કર્મચારીઓ પરનો કાર્યભાર અને કાર્યના કલાકો પ્રમાણસર ઘટાડી શકાય.”

અરજદારોએ કોર્ટને જણાવ્યું હતું કે 9 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ડેટા આપવામાં આવ્યો છે, જ્યાં SIR ચાલી રહ્યું છે. દરેક રાજ્યમાં એવા પરિવારો છે, જેમના બાળકો અનાથ થયા છે અને માતા-પિતા વિખૂટા પડી ગયા છે – કારણ કે ECI, BLOs ને સેક્શન 32 ની નોટિસ મોકલી રહી છે.

જોકે, સુપ્રીમ કોર્ટે અરજદારોના ચૂંટણી પંચ (ECI) પરના સીધા આરોપોને માનવાનો ઇનકાર કર્યો હતો. ECI એ આ અરજીને “સંપૂર્ણપણે ખોટી અને પાયાવિહોણી” ગણાવીને તેને ફગાવી દેવાની માંગ કરી હતી.

પરંતુ, સુપ્રીમ કોર્ટે રાજ્યોની જવાબદારી નિશ્ચિત કરીને BLO ઓના જીવનની ગંભીરતાને રેખાંકિત કરી છે અને કાર્યભાર ઘટાડવા માટે તાત્કાલિક પગલાં લેવાનો આદેશ આપ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!