ડાંગ

ડાંગમાં 311 મંદિરોનો સંકલ્પ: 8 મંદિરોનું શાનદાર દિવ્ય લોકાર્પણ

અમારા પ્રતિનિધિ (આહવા બ્યુરો) શિવાજી કવર

ડાંગ જિલ્લાના તમામે તમામ ૩૧૧ ગામમાં શ્રી હનુમાનજી મંદિરોનું નિર્માણ થનાર છે. જેમાં અત્યાર સુધીમાં ૨૦૦ ઉપરાંત મંદિરો તૈયાર કરવામાં આવ્યાં છે. જે પૈકી તારીખ ૧૩/૧૪ જૂલાઈના રોજ સુબીર તાલુકામાં વાડિયાવન,

હનવંતથોડી, ઝરી, આહિરપાડા, જામન્યા, માળવા, ખાજૂણાં, બીજુરપાડા આમ ગામોમાં દિવ્ય, ભક્તિભાવ પૂર્વક હનુમાનજીના મંદિરોનું લોકાર્પણ કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ દરેક ગામોમાં દાતા પરિવારોનું ડાંગી પરંપરા અનુસાર સ્વાગત, આરતી, હનુમાન ચાલીસનો સમૂહપાઠનું આયોજન કરવામાં આવ્યું હતું.

મંદિરોના લોકાર્પણ સમાપન સમારોહ બીજુરપાડા મુકામે સુંદર શમિયાણામાં યોજાયો હતો. હતો. જેમાં ઈશ્વરભાઈ ધોળકીયા દ્વારા સ્વાગત પ્રવચન થી મહેમાનોને તથા જમીન દાતાઓ અને મંદિર સહયોગી દાતાઓ, ગ્રામજનોનું સ્વાગત પ્રવચન દ્વારા કરવામાં આવ્યું. પૂજ્ય પી.પી

સ્વામીજી દ્વારા મંદિરોના માધ્યમથી ગામોમી હતી. સંકલન કર્તા પ્રભુભાઈ ધોળકીયા દ્વારા મંદિરો નિર્માણની રૂપરેખા આપવામાં આવી હતી. સમારોહના પ્રમુખ સ્થાને સુરત સ્થિત જાણીતા ઉદ્યોગપતિ ચેતનભાઈ કોન્ટ્રાક્ટર હાજર હતા. જાગૃતિ ભક્તિભાવ, વાતો કરી

સંકલ્પકર્તા મંદિર નિર્માણના મુખ્ય દાતા ગોવિંદભાઈ ધોળકીય દ્વારા ગ્રામજનો સાથે સંવાદ કરી મંદિરોનો વિશેષ લાભ લેવા અનુરોધ કર્યો હતો, તથા આવા શુભ કાર્યોમાં પરમાત્માએ નિમિત

બનાવ્યા છે, તેનો આનંદ વ્યક્ત કર્યો હતો. સતાધારથી ખાસ પધારેલા પૂજ્ય વિજષભાપુએ મંદિરોના દર્શન કરી તથા ગ્રામજનોનો ભક્તિભાવ,

ઉત્સાહ જોઈને પ્રસન્નતા વ્યક્ત કરી આશીર્વાદ પાઠવ્યા આ તમામ ગામોમાં ગ્રામજનો દ્વારા દાતાઓ તથા મહેમાન ગામમાં શોભાયાત્રા, રાત્રીના ભજબ કીર્તન તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. બીજુરપાડા ગામમાં ૨૫૦૦ ઉપરાંત ભક્તોની હાજરીમાં શણગારેલા શમિયાણામાં લોકાર્પણ કાર્યક્રમ સંપન્ન થયો હતો.

ડાંગના ૩૧૧ ગામોમાં હનુમાનજી મંદિરોના નિર્માણની પાત્રા હવે કુલ ૧૧૧૧ જુતન મંદિરોના નિર્માણ માટે આરંભ થઈ ચૂક્યો છે. ગોવિંદભાઈ ધોળકીય દ્વારા વિવિધ ગામોમાં વિરોષ કરીને આદિવાસી વિસ્તારોના ગામોમાં મંદિરની પાત્રા આમજનો માટે આશીર્વાદરૂપ બની રહેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!