ધારાસભ્ય અનંત પટેલ ગૃહમંત્રી પર ભડકયા : આદિવાસી યુવકને માર મારવા મુદ્દે પોલીસ સામે કેસ દાખલ
ગાંધીનગર

ગાંધીનગર, તા.2 ગુજરાતમાં અવાર નવાર આદિવાસી કે દલિતો પર અત્યાચારની ઘટનાઓ સામે આવતી રહે છે. થોડા દિવસ પહેલા ફરી એક વાર આવો જ એક મામલો વ્યારાના કુકરમુંડામાંથી સામે આવ્યો હતો. જ્યાં પોલીસની હાજરીમાં જ એક આદિવાસી યુવકને નગ્ન કરી માર મારવામાં આવ્યો હતો.21 જૂન 2025ના રાત્રે 8:30 વાગ્યે પોલીસ વિભાગના કેટલાક કર્મચારીઓએ કોઈપણ વિના પુરાવા કે પરવાનગી પવન કિરણ પડવીને પકડીને નગ્ન કરી માર માર્યો અને તેના સાથે અપમાનજનક વર્તન કર્યું.
આ મામલે હવે જયારે ગામમાં જાણ થઇ ત્યારે યુસુફ ગામીત નામના આગેવાને ગામના અન્ય લોકો સાથે મળીને મામલતદાર કચેરીએ આવેદન પત્ર આપ્યું હતું. આ ગામના આગેવાનોએ યુવકની વહારે આવી અને મામલતદારને આ મામલે એક્શન લેવા માંગ કરી હતી. અને આ આદિવાસી યુવકને માર મારવા અને તેની સાથે અપમાનજનક વર્તન મામલે ખુબ મોટા પડઘા પડ્યા અને આગેવાનો મામલતદાર કચેરી પહોંચી ગયા હતા. જ્યાં તેમણે મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું છે.
જે પોલીસ કર્મચારીઓ આ મામલામાં જોડાયેલા છે. તેના વિરોધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. હવે આ કેસમાં અનંત પટેલના આગળ આવાવથી પોલીસ કર્મચારીઓ સામે એટ્રોસિટીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. અને ધારાસભ્ય અનંત પટેલે હર્ષ સંઘવી પર પણ પ્રહારો કર્યા હતા.