નવસારી

ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ખેરગામ તાલુકા મથકે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ વર્ષની ગૌરવભરી ઉજવણી કરવામાં આવી * સમાજસેવક અને સ્વાતંત્ર્ય સેનાની એવા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી વર્ષને હૃદયપૂર્વક વંદન કરીને ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલે ઉપસ્થિત સૌને રક્ષાબંધન ની શુભેચ્છાઓ પાઠવી હતી. ** {સરકારે આદિવાસી બાંધવોના વિકાસ માટે વનબંધુ કલ્યાણ, ધરતી આબા ગ્રામ ઉત્કર્ષ જેવી મહત્વાકાંક્ષી યોજના આપી છે} – {આદિવાસીઓને મુખ્ય પ્રવાહમાં જોડી આદિવાસી વિસ્તારોનો સમતુલિત અને સમુચિત વિકાસ કર્યો છે} – ગણદેવી ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ

જિલ્લા માહિતી કચેરી નવસારી & બ્યુરો ચીફ પ્રિતેશભાઈ પટેલ

આદિવાસી સમાજના ભવ્ય અને ઐતિહાસિક વિરાસત, પરંપરાગત વારસો અને અસ્મિતાને
ટકાવવાના પ્રયાસોના ભાગરૂપે આજરોજ ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ વર્ષની ઉજવણી ગણદેવી
ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના એ.પી.એમ.સી ખાતે ઉમંગભેર કરવામાં
આવી હતી.
કાર્યક્રમના પ્રારંભમાં ધારાસભ્યશ્રીએ ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ વર્ષની ઉજવણીની તથા
રક્ષાબંધનની આદિવાસી બાંધવોને શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે સમાજસેવક અને સ્વાતંત્ર્ય સેનાની એવા ભગવાન બિરસા મુંડાના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન
તેમની મહાન ગાથાનું વર્ણન કરીને ધારાસભ્યશ્રીનરેશભાઈ પટેલે ભગવાન બિરસા મુંડાની ગૌરવ યાત્રાની ઝાંખી આપી હતી.
આ અવસરે ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલે કહ્યું કે, સરકારે સમાજના દરેક વર્ગ, દરેક ક્ષેત્રના સર્વાગી વિકાસ માટે
અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી ગુજરાતના સર્વાંગી વિકાસ માટે સર્વગ્રાહી પ્રયાસો આદર્યા છે.
તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ
ગુજરાતના વિકાસનો પાયો મજબૂત કરી દેશમાં વિકાસની રાજનીતિની શરૂઆત કરાવી છે. અમારી સરકારે આદિવાસી

બાંધવોના વિકાસ માટે વનબંધુ કલ્યાણ ,ધરતી આબા ગ્રામ ઉત્કર્ષ , જન મન જેવી મહત્વાકાંક્ષી યોજનાના નક્કર અમલીકરણ
દ્વારા આદિવાસીઓને મુખ્ય પ્રવાહમાં જોડી આદિવાસી વિસ્તારોનો સમતુલિત અને સમુચિત વિકાસ કર્યો છે.
અંબાજીથી ઉમરગામ સુધીના ડુંગરાળ વિસ્તારમાં વસતો આદિજાતિ સમાજ અન્ય સમાજની હરોળમાં ઊભો રહી શકે
તે માટે વનબંધુ યોજના હેઠળ કરોડો રૂપિયાના વિકાસ કામો આ વિસ્તારમાં કરવામાં આવ્યાં છે. જેનાથી ટ્રાયબલ વિસ્તારમાં
ખુબ ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે. આદિજાતિ વિસ્તારમાં સરસ પાકા રસ્તાઓ, પીવાના પાણીની સુવિધા, બાળકોને ભણવા
માટે શાળાના ઓરડાઓ, આરોગ્યની સુવિધાઓ આ સરકારે વિકસાવી છે.
નોંધનિય છે કે, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે રાજ્યકક્ષાના માંડવી ખાતેના કાર્યક્રમ અંતર્ગત નવસારી
જિલ્લાના માર્ગ નિર્માણ, પાણી પુરવઠા સુવિધા, જાહેર સ્વચ્છતા, આરોગ્ય અને શિક્ષણ વિભાગના વિવિધ વિકાસ કાર્યોનું કુલ
રૂ.૧૬૭૨ લાખના ખર્ચે ૩૯૮ કામોનું લોકર્પણ અને ખાતમુહુર્ત કરાશે.
કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યશ્રી અને મહાનુભાવોએ સ્ટેજ પરથી લાભાર્થીઓને મંજુરી હુકમો, ચેક, કીટ અને
સન્માનપત્રો એનાયત કર્યા હતા.આદિજાતિ સમાજના સર્વાંગી વિકાસ માટે સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગેની ટુંકી ફિલ્મનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં શાળાના વિધાર્થીઓ તથા કલાકારો દ્વારા લોકગીત તથા નૃત્ય રજુ કરી આદિજાતિ સંસ્કૃતિની ઝલક
દર્શાવી હતી . કાર્યક્રમના અંતે ધારાસભ્યશ્રી તથા મહાનુભાવો દ્વારા એ.પી.એમ. સીના પ્રાંગણમાં એક પેડમાં કે નામ અંતર્ગત
વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સ્વાગત પ્રવચન મદદનીશ કમિશનરશ્રી આદિજાતિ વિકાસ નવસારી કુ.પ્રિયંકા માનતએ
કાર્યક્રમનો આશય સ્પષ્ટ કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. કાર્યક્રમની આભારવિધિ ખેરગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી મહેશ
વીરાણીએ આટોપી હતી.કાર્યક્રમમાં ચીખલી પ્રાંત અધિકારીશ્રી મિતેશ પટેલ , ખેરગામ તાલુકા પંચાયત પ્રમુખશ્રી રાજેશભાઈ
પટેલ , ચીખલી તાલુકા પંચાયત પ્રમુખશ્રી રાકેશભાઈ પટેલ , ગણદેવી તાલુકા પંચાયત પ્રમુખશ્રી પ્રશાંતભાઈ શાહ , બીલીમોરા
નગરપાલિકા પ્રમુખશ્રી મનીષભાઈ પટેલ , ગણદેવી નગરપાલિકા પ્રમુખશ્રી ભાવેશભાઈ પટેલ, નવસારી જિલ્લા પંચાયતના
સભ્યશ્રીઓ , ખેરગામ સરપંચશ્રી ઝરણાબેન પટેલ સહિતના પદાધિકારીઓ, સમાજના અગ્રણીઓ ,જિલ્લા વહીવટી તંત્રના
અધિકારીઓ, લાભાર્થીઓ અને મોટીસંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!