નવસારી જિલ્લાના ગણદેવી ખાતે આવેલી સર.સી.જે.ન્યુ . હાઈસ્કૂલમાં વિવિધ કાર્યક્રમો યોજાયા
યંગુજરાત ડિજીટલ ન્યૂઝ નવસારી જીલ્લા બ્યુરો ચીફ.પ્રિતેશભાઈ પટેલ

નવસારી જિલ્લાના ગણદેવી ખાતે આવેલી સર.સી.જે.ન્યુ . હાઈસ્કૂલમાં ગત દિવસે ભાઈબહેન ના અતૂટ પ્રેમ અને વિશ્વાસ અને ફરજના પવૅ રક્ષાબંધન ના પવિત્ર તહેવાર નિમિત્તે તેની ખુબ જ ઉત્સાહ ભેર કરવામાં આવી હતી.જેમા ધોરણ ૧૧ અને ધોરણ ૧૨ વિજ્ઞાનપ્રવાહની દિકરી ઓ દ્વારા સમગ્ર શાળાના વિદ્યાર્થીભાઈઓ ને રાખડી બાંધી આવનારા વર્ષોમાં અભ્યાસમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે અને દીર્ધાયુષય પ્રાપ્ત થાય એવી શુભકામનાઓ પાઠવી હતી.સાથે જ શિક્ષક ભાઈ-બહેનો દ્રારા પણ રક્ષાબંધનની ઉજવણી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી..https://youtu.be/aoNCvItKfyM?si=cJzW22y8o4S8Wo4e
રાષ્ટ્રીય શિક્ષણનિતી ૨૦૨૦ અંતર્ગત ગુજરાત રાજ્ય સંસ્કૃત બોડૅની સુચના અન્વયે સંસ્કૃત શિક્ષણને પ્રોત્સાહન આપવા ગત તારીખ ૬ ઓગષ્ટ થી ૮ ઓગષ્ટ સુધી ત્રિદિવસીય વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૬ ઓગષ્ટ નો રોજ ‘ સંસ્કૃતગૌરવ યાત્રા’ ની રેલી કાઢવામાં આવી હતી.જેમા વિઘાર્થીઓ તથા શિક્ષકમિત્રો એ દેવભાષા સંસ્કૃત ના નારાઓ બોલાવી રેલીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.૭ ઓગષ્ટ ના રોજ ‘ સંસ્કૃત સંભાષણદિન’ ની ઉજવણી કરવામાં આવી.જેમા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થનાસભા નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમા સંસ્કૃત વિષયના સંસ્કૃતમાં ગીત અને પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી.જયારે સંસ્કૃત વિષયના શિક્ષકા રમીલાબેન અને લીનાબેન દ્ધારા સંસ્કૃત સુભાષિતો અને શ્ર્લોકોનુ ગાન કરવામાં આવ્યું હતું અને તા.૮ ઓગષ્ટ ના રોજ રંગોળી સ્પર્ધા/ ચિત્ર સ્પર્ધા, સંસ્કૃત ક્વીઝ અને વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરી આ ત્રિદિવસીય કાર્યક્રમ ને સફળ બનાવવા આવ્યો હતો.કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકો તથા સ્ટાફે ખુબ જ મહેનત કરી હતી અને કાયૅક્રમને સફળ બનાવ્યો.