આદિવાસી સાંસ્કૃતિક ભવન આહવા ખાતે વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ;ભૂલકાં મેળો તેમજ જિલ્લા કક્ષાનો પોષણ ઉત્સવ – ૨૦૨૫ કાર્યક્રમ યોજાયો:
(ડાંગ માહિતી બ્યૂરો & યંગ ગુજરાત ન્યૂઝ ડીજીટલ ટીમ

ગુજરાત સરકારના કમિશ્નરશ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ ડાંગ જિલ્લા
પંચાયતના આઈ. સી. ડી. એસ શાખા દ્વારા આજરોજ વિધાનસભા નાયબ દંડક વ ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલના
અધ્યક્ષ સ્થાને આદિવાસી સાંસ્કૃતિક ભવન આહવા ખાતે ;ભૂલકા મેળો તેમજ જિલ્લા કક્ષાનો પોષણ ઉત્સવ – ૨૦૨૫નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
બાળકોના વિકાસ અને વૃદ્ધિ, કૌશલ્ય, ક્ષમતાઓ અને વર્તણૂંક માટે બાળપણ મહત્વનો પાયો છે. નાના બાળકોને જેવા અનુભવ
મળે તેની સીધી અસર તેના વ્યક્તિત્વ પર જોવા મળે છે. માટે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા બાળકોના શારીરિક, બૌદ્ધિક,
સામાજિક, ભાવનાત્મક, ભાષાકીય અને સર્જનાત્મક કૌશલ્યનો વિકાસ કરવા માટે ખુબજ સરાહનીય પ્રયાસો કરવામાં આવે છે. આ
કાર્યક્રમમાં પણ બાળકોના સુષુપ્ત શક્તિઓને ખિલવવા માટે તથા વાલીઓમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગે જાગૃત કરવા ભૂલકાં મેળાનું
આયોજન કરાયું છે, તેમ વિધાનસભા નાયબ દંડક વ ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું.
આંગણવાડી કાર્યકર બહેનો બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પાયાના ગુણોનું સિંચન કરી રહ્યા છે. વાલીઓ કરતાં પણ વધારે
બાળકોની જવાબદારી નિભાવી છે. ત્યારે બાળકના મુખ્ય પાયાની આંગણવાડીઓમાં પ્રાથમિક જરૂરિયાત તાત્કાલિક ધોરણે પૂર્ણ
કરવામાં આવશે તેમ શ્રી પટેલ આ પ્રસંગે જણાવ્યું હતું.
બાળકના સર્વાંગી વિકાસ માટે સગર્ભાવસ્થા થી શરૂ કરી બાળપણના મહત્વના શરૂઆતના છ વર્ષ દરમિયાન બાળકોને પૂરક પોષણ
આહાર, આરોગ્ય, પોષણ, શિક્ષણ તથા ૩ થી ૬ વર્ષના બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ કેટલું જરૂરી છે તે અંગે સમજ વાલીઓમાં
સમજ કેળવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે તેમ ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇને જણાવ્યું હતું.
સરકાર બાળકો માટે સારી યોજનાઓ ઘડી રહી છે ત્યારે બાળકના ભવિષ્ય અને સર્વાંગી વિકાસને ધ્યાને લઈ બાળકોને
આંગણવાડીમાં મોકલવા માટે શ્રીમતી ગાઈને વાલીઓને અનુરોધ કર્યો હતો.
આજનું બાળક આવતીકાલનું ભવિષ્ય છે તેમજ બાળક દેશની અનમોલ સંપત્તિ છે, ત્યારે આ બાળકોમાં શિક્ષણ અને સંસ્કારનું
સિંચન કરનાર તમામ આંગણવાડી કાર્યકર બહેનોની કામગીરીની સરાહના કરી જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે. એસ.વસાવાએ સૌ
આંગણવાડી બહેનોને અભિનંદન પાઠવ્યા હતાં, સાથેજ આંગણવાડી કેન્દ્રમાં બાળકો માટે સાનુકૂળ વાતાવરણ બનાવવા અંગે
જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે. એસ.વસાવાએ સૌ બહેનોને અપીલ કરી હતી.
આ ભૂલકાં મેળામાં જિલ્લાની આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા બાળકોના અભ્યાસ માટે તૈયાર કરવામાં આવેલી TLM સામગ્રી
તથા આંગણવાડીમાં બાળકોને આપવામાં આવતા બાળશક્તિ તેમજ અન્ય પોષક સામગ્રીમાંથી બનાવેલી વાનગીના સ્ટોલ ઊભા
કરવામાં આવ્યા હતા. જેનું મહેમાનશ્રીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
ભૂલકા મેળામાં આંગણવાડીના ભૂલકાઓ દ્વારા વાર્તા, વેશભૂષા, અભિનય ગીત, તેમજ નૃત્યો રજૂ કરવામાં આવ્યાં હતાં.
આહવા ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ભૂલકાઓ દ્વારા રજૂ કરવામાં આવેલ શ્રેષ્ઠ કૃતિને ટ્રોફી અને
ઇનામ વિતરણ, THR અને મિલેટ્સ માંથી શ્રેષ્ઠ વાનગી બનાવનાર આંગણવાડી કાર્યકરને ટ્રોફી અને પ્રમાણપત્ર વિતરણ, વર્ષ
૨૦૨૨-૨૩ માં શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકર, આંગણવાડી તેડાગર અને મુખ્ય સેવિકાને મુમેન્ટો, ચેક અને પ્રમાણપત્ર
તેમજ મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા લાભાર્થીઓને વ્હાલી દીકરી હુકમઅને નવજાત જન્મેલ દીકરીને કીટ વિતરણ
કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મહિલા બાળ અને યુવા પ્રવૃતિના અધ્યક્ષા શ્રીમતી સારૂબેન વળવી, આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઈ
ચૌધરી, વઘઈ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ચંદરભાઈ ગાવિત, જિલ્લા સદસ્ય શ્રીમતી નીલમબેન ચૌધરી સહિત જિલ્લા કલેકટર સુશ્રી
શાલિની દુહાન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે. એસ. વસાવા, પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી જ્યોત્સનાબેન પટેલ, જિલ્લા પંચાયત
ખેતીવાડી અધિકારી શ્રી બાલુભાઈ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષક અધિકારી શ્રી વિજયભાઈ દેશમુખ, તાલુકા વિકાસ અધિકારી શ્રી
આર. બી. ચૌધરી, મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી ડો.મનીષા મુલતાની સહિતના અધિકારી કર્મચારીઓ, આંગણવાડી
બહેનો તેમજ મોટી સંખ્યામાં ભૂલકાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.