ડાંગ
આહવાના ચિકટિયા ગામે ભારે વરસાદના કારણે કાચા અને પાકા મકાનને નુકસાન થતા ૪ લાભાર્થીઓને કુલ રૂ.૨,૭૬,૫૦૦ ની રકમ સહાયનો ચેક અર્પણ કરાયો :
ડાંગ માહિતી બ્યુરો

આહવા: તા. ૧૧: ગત દિવસોમાં ડાંગ જિલ્લાના આહવા તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ ચિકટિયા ગામે
ભારે વરસાદ તેમજ વાવાઝોડાની પરિસ્થિતિના કારણે કાચા અને પાકા માકાનોને નુકસાન થયું હતું. જેથી રાજ્ય સરકાર દ્વારા
અસરગ્રસ્તો પ્રત્યે સંવેદનશીલ અભિગમ દાખવી ચેક સહાય ચુકવણી કરવામાં આવી હતી.
ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલે તારીખ ૧૦ ઓક્ટોબર ના રોજ અસરગ્રસ્ત પરિવારજનોને
સહાય ચેક અર્પણ કર્યો હતો. જેમાં (૧) શ્રી ધનરાજભાઇ શુકરભાઇ ચૌધરી (૨) આશાબેન સુરેશભાઇ પવાર (૩) શિવુભાઈ
ભાગુંભાઈ રાવણ અને (૪) જયરામભાઈ દેવરામભાઇ પવાર ના કાચા અને પાકા મકાનને નુકસાન થયું હતું. જેઓને
સરકારશ્રીના કુદરતી આફતીના ધારા ઘોરણ મુજબ કુલ રૂા.૨,૭૬,૫૦૦/- (બે લાખ છોતેર હજાર પાંચસો) ની સહાયનો ચેક