ગુજરાત વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને ગલકુંડ ગામે યોજાયો ‘વિકાસ રથ’ નો કાર્યક્રમ.
રાજ્ય સહિત ડાંગ જિલ્લામાં પણ વિકાસ સપ્તાહ-૨૦૨૫ની ઉજવણી ના ભાગરૂપે
પ્રતિદિન ગ્રામ્ય વિસ્તારોમાં 'વિકાસ રથ' પરિભ્રમણ કરી રહ્યો છે, જેના થકી જિલ્લાના છેવાડાના વિસ્તારો સુધી ૨૪ વર્ષના જન
વિશ્વાસ, સેવા અને સમર્પણની ગાથા પહોંચી રહી છે. આ કડીના ભાગરૂપે આજ રોજ આહવા તાલુકાના ગલકુંડ ગામે ગુજરાત
વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને વિકાસ રથનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે શ્રી વિજયભાઇ પટેલે જણાવ્યું હતું કે, તારીખ ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન રાજ્યભરમાં વિકાસ સપ્તાહની
ઉજવણી કરવામાં આવી રહી છે. વર્ષ ૨૦૦૧ માં તારીખ ૭ ઓક્ટોબરના રોજ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તત્કાલીન
મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરીને ગુજરાતની વિકાસ યાત્રાને સતત આગળ ધપાવી છે. જેઓ દ્વાર શરૂ કરવામાં આવેલ અનેક
જન કલ્યાણકારી યોજનાઓ થકી છેવાડાના માનવીના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યુ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના,
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, કૃષિ ચિંચાઈ યોજના,પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સહિતની યોજનાઓ અમલી બનાવીને
વડાપ્રધાનશ્રીએ વિકાસનો નવો અધ્યાય આલેખ્યો છે.
ગુજરાતના આદિવાસી પ્રજાના વિકાસ અર્થે હાલ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કુલ ૧૦ મુદ્દાઓ આવરી લીધાં હતાં.
જેમાં દરેક વિભાગોમાંથી ગ્રાન્ટની ફાળવણી કરી આદિવાસીઓનો સંર્વાગી વિકાસ થાય તે દિશામાં કાર્ય હાથ ધરવામાં આવ્યું
હતું. જેના કારણે આજે આદિવાસી સમાજની દિશા બદલાઇ છે. વધુમાં શ્રી નરેદ્રભાઈ મોદીએ ડાંગ જિલ્લા માંથી જ્યોતિ ગ્રામ
યોજનાનો શુભારંભ કર્યો હતો. જેના કારણે આજે જિલ્લામાં ૨૪ કલાક સતત વિજળી મળે છે.
આ ઉપરાંત શ્રી વિજયભાઇ પટેલે 'આયુષમાન ભારત' યોજના હેઠળ તમામ લોકોને પોતાના તેમજ પોતાના પરીવારના આરોગ્ય
રક્ષણ માટે PMJAY કાર્ડ મેળવી લેવાનો અનુરોધ કર્યો હતો.
ગલકુંડ ગામે યોજાયેલ વિકાસ રથ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના લાભાર્થીઓને PMJAY કાર્ડનુ વિતરણ, અને આઈ.સી.ડી.એસ.
ના લાભાર્થીઓને પણ મહાનુભાવોએ કીટ અર્પણ કરી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમતી મયનાબેન બાગુલ, સરપંચ શ્રી સુરેશભાઇ વાઘ, આહવા તાલુકા વિકાસ અધિકારી
શ્રી આર.બી.ચોધરી સહિતના મહાનુભાવો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.