યુપી
શેડયુલ કાસ્ટમાંથી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરનારને અનામતનો લાભ નહીં : હાઇકોર્ટ

પ્રયાગરાજ, તા. 4
અલ્હાબાદ હાઇકોર્ટે એક મહત્વના ચુકાદામાં જે શેડયુલ કાસ્ટના લોકો ધર્માંતર કરીને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો હોય તેઓને અનામતનો લાભ ન મળે તે સ્પષ્ટ કર્યુ હતું. જસ્ટીસ પ્રવિણકુમાર ગીરીએ પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે, શેડયુલ કાસ્ટમાં હિન્દુ, શીખ અને બૌધ્ધ ધર્મના લોકોનો સમાવેશ કરવાનો છે.
શેડયુલ કાસ્ટમાંથી જે લોકો ખ્રિસ્તી બન્યા હોય તેઓને આ પ્રકારે અનામતનો લાભ મળશે નહીં. અદાલતે જણાવ્યું હતું કે, ખ્રિસ્તી ધર્મમાં કોઇ જ્ઞાતિ પ્રથા નથી અને તેથી તેને અલગ કે પછાત જ્ઞાતિ ગણી શકાય નહીં. આ ચુકાદો ઉત્તરપ્રદેશમાં અનેક ખ્રિસ્તીઓને લાગુ પડશે જેઓને અનામત માટે પોતાને લાભકર્તા ગણાવ્યા હતા.