સરકારી પોલીટેક્નીક, વલસાડના હીરક મહોત્સવનો સમાપન સમારોહમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓન સ્નેહ મિલન અને સ્મરણીકાનું વિમોચન થયું.
વલસાડ

સરકારી પોલીટેક્નીક, વલસાડના હીરક મહોત્સવનો સમાપન સમારોહમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓન સ્નેહ મિલન અને સ્મરણીકાનું વિમોચન થયું.
રાષ્ટ્રીય પ્રદુષણ નિયંત્રણ દિવસ, વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસની ઉજવણી સાથે સરકારી પોલીટેક્નીક વલસાડના હીરક મહોત્સવના સમાપન સમારંભ પ્રસંગે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વય નિવૃત સ્ટાફ, બદલી થયેલા સ્ટાફની ઉત્સાહજનક હાજરીમાં પુન: મિલન સહ સ્નેહમિલન કાર્યક્રમમાં બહોળી સંખ્યામા ઉપસ્થિતિ ઐતાહાસિક આનંદની બાબત બની રહી.
૧૯૬૫માં સ્થાપિત થયાના વર્ષથીજ સુંદર, શાંત, સમ્રુધ્ધ, સહકારી અને સહ્રદયી અને સકારાત્મકના સંસ્કાર સિંચન કરનાર સરકારી પોલીટેક્નીકની હીરક મહોત્સવ ઉજવણી એક વર્ષ સુધી સતત કરવામાં આવેલ અને આ છ દાયકાની ગૌરવવંતી યાદોને ચંદન સ્ટીલ,ઉમરગાંવના ડાયરેક્ટર શ્રી ગૌરીશંકર પારીક, દેસાઇ કન્સટ્રક્શનના શ્રી મહેન્દ્ર દેસાઇ અને લ્યુનાર મોટર્સના શ્રી વસંત પટેલ દ્વારા સ્મરણિકાનું વિમોચન અને લોકાર્પણ કરવામાં આવેલ.
સ્વાગત પ્રવચનમાં કોલેજના આચાર્ય શ્રીમતિ રીકુ શુક્લાએ આહવાન કરેલ કે અભ્યાસ માટે રૂચિ હોવા છતાં માત્ર સગવડ કે સંશાધનના અભાવે કોઇપણ વિદ્યાર્થીને તેનો અભ્યાસ ન મુકી દેવો પડે તે સુનિશ્ચિત કરવાની આપણા સૌની સામુહિક સામાજીક જવાબદારી છે.
ડૉ. અમિત ધનેશ્વરે જણાવેલ કે સમગ્ર વર્ષ દરમિયાન હીરક મહોત્સવમાં ભારતીય સંસ્કૃતિ પ્રણાલીને કેન્દ્રમાં રાખી કેમ્પસને નયનરમ્ય બનાવવાનો ખાતેની સુવિધાઓ અને ખાસ કરીને કેમ્પસ વિદ્યાર્થીની અપેક્ષા પ્રમાણે આધુનિક, આઇકોનિક અને આકર્શક એટલે કે સેલ્ફી અને રીલ માટે અનુરૂપ બનાવવાના પ્રયાસને દાતાઓની ઉદારતાના કારણે સફળતા મળેલ છે.
શ્રી ગૌરીશંકરે તેમના વક્તવ્યમાં જણાવેલ કે ૬૦ વર્ષની ઉપલબ્ધિ ખુબજ વિશેષ છે અને આપ સૌએ મહાભારતના શ્રીકૃષ્ણની જેમ હાલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સખા ભાવ થી સંસ્થા ખાતે સુવિધાઓ વધે તે માટે યોગદાન આપેલ છે જે અમુલ્ય છે. અધિકાંશ ધાર્મિક પરંપરાઓ વ્યક્તિની આવકનો એક દશાંશ ભાગ દાન કરી દેવાનો આદેશ આપે છે.
શ્રી વસંત પટેલે તેમના ઉદબોધનમાં ઉલ્લેખ કરેલ કે આપ સૌ પાસે કોઇ પણ પ્રકારે દાન કરવાની તક છે તેનો ઉપયોગ કરો અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માં સહભાગી બનશો તો પણ આનંદની અનુભુતિ થશે. વધુમાં તેમણે દાનને વ્યાપક અર્થ માં સમજાવતા કહેલ કે દાન કોઇ પણ સ્વરૂપે હોય તે મેળવનાર માટે મુલ્યવાન જ રહેવાનું છે. ભલે તે સમયનું, સમજણનું, સૌખ્યનું, જ્ઞાનનું, અનુભવનું, આશીર્વાદનું, શુભેચ્છાનું, અન્નનું, આશ્રયનૂં, આર્થીક સહયોગનું હોય તે દાન પ્રાપ્ત કરનારના જીવનમાં ઉજાસ આપેજ છે.
કાર્યક્રમમાં ૧૯૬૫ની પ્રથમ બેચમાં પ્રવેશ મેળવનાર સહિત અલગ અલગ વર્ષમાં કોલેજના વિવિધ ઇજનેરી અભ્યાસ કરનાર ૧૫૦ થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, આચાર્ય, સ્ટાફ તેમની કોલેજની પુન: મુલાકાતે આવેલ અને જે સમગ્ર દિવસના વિવિધ આયોજનોમાં ઉમળકાભેર ભાગ લીધેલ અને પોતાની જે તે સમયની યાદ પુન:જીવીત કરેલ.
કાર્યક્રમ નું સફળ સંચાલન શ્રીમતિ અંજુ શર્મા, નિભા ઠાકોર, અવની ઠાકોર અને પ્રતીક ગાવીત દ્વારા કરવામાં આવેલ. આભાર વિધિ કોલેજના એન.એસ. એસ. ના કોઑર્ડીનેટર શ્રી એન. જી. પટેલ દ્વારા કરવામાં આવેલ.

