
તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે શુક્રવારે જિલ્લાકક્ષાના ‘સામાજિક સમરસતા સેમિનાર’ માં ઉપસ્થિતિ નોંધવતા જિલ્લા સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી મસુદાબેન નાઈક દ્વારા અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓ વિષે ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી.
આ તકે અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના નાયબ નિયામકશ્રી પી.ડી.સરવૈયાએ પણ આ તકે વિભાગની વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપી હતી. સેમિનારમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની જાણકારી મેળવી હતી. આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય અનુસૂચિત જાતિના સર્વાંગી વિકાસ માટે સરકાર દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ યોજનાઓ વિશે જાગૃતિ ફેલાવવાનો હતો.




