Uncategorized

હંગામી જામીનની મુદત વધારવા માટે આસારામ બાપુએ હાઇકોર્ટમાં કરી પિટિશન, સરકાર પક્ષને નોટીસ

અમદાવાદ

ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ આઈજેવોરા અને જસ્ટીસ પીએમ રાવલની બનેલી બેન્ચે આસારામ બાપુ દ્વારા દાખલ કરાયેલી અરજીના જવાબમાં ફરિયાદ પક્ષને નોટિસ ફટકારી છે. ગાંધીનગરની સેશન્સ કોર્ટ દ્વારા બાપુને 2013માં બળાત્કારના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને તેઓ જોધપુર જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. આ મામલો 27 જૂને વધુ સુનાવણી માટે રાખવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટે આ વર્ષે જાન્યુઆરીમાં તેમને તબીબી કારણોસર 31 માર્ચ સુધી વચગાળાના જામીન આપ્યા હતા. ત્યારબાદ, આસારામે હંગામી જામીન લંબાવવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી.

28 માર્ચે, હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે ખંડિત ચુકાદો આપ્યો હતો; ત્યારબાદ આસારામની અરજી પર સુનાવણી કરતા ત્રીજા ન્યાયાધીશે તેમને ત્રણ મહિનાના હંગામી જામીન આપ્યા હતા.

આસારામ બાપુએ હવે હંગામી જામીન લંબાવવા માટે હાઈકોર્ટ પીટીશમ કરી છે. તેઓ ખૂબ જ બિમાર હોવાના લીગલ સર્વિસ ઓથોરિટીના અહેવાલની રાહ જોવાઇ રહી છે તેવી તેમના વકીલોની રજૂઆત બાદ કોર્ટે રાજ્ય સરકારને નોટીસ કાઢી હતી.

નોંધનીય છે કે, આસારામે અગાઉ માર્ચમાં છ મહિના માટે હંગામી જામીન મેળવવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી જ્યાં તેમના વકીલે દલીલ કરી હતી કે ડોકટરોનો અભિપ્રાય છે કે આસારામ બાપુને પંચકર્મથેરાપીની જરૂર છે જે 90 દિવસનો કોર્સ છે.

તાજેતરમાં, ગુજરાત હાઈકોર્ટે તેમના પુત્ર નારાયણસાઈ – જેને બીજા બળાત્કાર કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી – ને ’માનવતાવાદી ધોરણે’ આસારામને મળવા માટે પાંચ દિવસના કામચલાઉ જામીન આપ્યા હતા.

31 જાન્યુઆરી, 2023 ના રોજ, સેશન્સ કોર્ટે આસારામ બાપુને શહેરના મોટેરા આશ્રમમાં તેમની શિષ્યા પર અનેક વખત બળાત્કાર કરવાનો દોષી ઠેરવ્યો અને તેમને દોષિત ઠેરવ્યા અને આજીવન કેદની સજા ફટકારી હતી.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!