નાનકડા નગરની નાયિકા: વ્યારાની ૧૫ વર્ષીય જેનિશા બોલીવુડની ફિલ્મમાં રૂપેરી પડદે ઝળકશે
માહિતી બ્યુરો, તાપી,

વ્યારા શહેરની ૧૫ વર્ષીય જેનિશા નાયક, પોતાની સરનેમની જેમ જ આવનારા સમયમાં નાયક એટલે કે અભિનેત્રી બનવાની છે. ૧૫ વર્ષની આ છોકરીએ એક્ટિંગના ફિલ્ડમાં પોતાના પરિવાર અને સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યું છે. માયપુરની શાળામાં ભણતી જેનીશાએ અજય દેવગણ પ્રોડક્શનની ‘મા’ ફિલ્મમાં કાજોલે લીડ રોલ કરેલો છે તેની સાથે કો-સ્ટાર તરીકે કામ કર્યું છે. જો કે આ મુવી હોરર ફિલ્મ પણ છે અને માતાનું મહત્વ પણ દર્શાવવામાં આવ્યું છે.
સામાન્ય પરિવારમાંથી આવતી જેનિશાના પિતા સુધાકરભાઈ વ્યારામાં પ્લમ્બરનું કામ કરે છે. જેનીશાને એક્ટિંગમાં ખુબ રસ હોવાથી તેના માતા સોનીકાબેને ફેશન શો, યોગા ટ્રેઈનીંગ, જીમ જેવી તાલીમ આપી છે. કાજોલ સાથે આવનારી આ ફિલ્મ માટે સમગ્ર પરિવારને ૬ વખત પ્લેનમાં બેસવાનો અને ૭ સ્ટાર હોટેલમાં રહેવાનો લહાવો મળ્યો છે. જેનીશાએ સૌ પ્રથમ સુહાગણ, દહેજ દાસી ડસ્ટબિન જેવી સીરીયલ અને વેબસીરીઝમાં કામ કર્યું છે. તેણે રોનિત રોય સાથે પણ અભિનય કરેલો છે. તેમની ‘બેટી પઢાવો, બેટી બઢાઓ’ની થીમ આધારિત ફિલ્મ બનેલી છે જેનું નામ ‘ધ લીટલ ફાયરફ્લાઈ’ જેમાં પણ જેનીશાએ કામ કર્યું છે. ફિલ્મમાં કામ કરવા માટે જેનીશા ખુબ ઉત્સાહી છે તેના માટે તે રોજ જીમ, યોગા, સ્વીમીંગ જેવી પ્રવૃત્તિ રોજ સવારે કરે છે. વ્યારાના વાડીવાલા કોમ્પ્લેક્ષ પાસે રહેતી જેનીશા ખુબ આશાસ્પદ અને મહેનતુ કલાકાર છે.
દેવગન પ્રોડક્શનની હોરર ફિલ્મ ‘મા’ આજે થિયેટર્સમાં રીલીઝ થઈ
જેનિશાએ સુહાગણ, દહેજ દાસી જેવી ટીવી સીરીયલ અને ડસ્ટબિન વેબસીરીઝમાં કામ કર્યું