તાપી કે તારે – દેશના સૌપ્રથમ પ્રાણી ઉદ્યાન તરીકે સ્થાપિત ‘અરિગ્નર અન્ના ઝૂલોજિકલ પાર્ક ‘ની મુલાકાતે તાપીના તારલાઓ
માહિતી બ્યુરો,તાપી.યંગ ગુજરાત ડિજીટલ ન્યૂઝ

તાપીના ૨૮ વિદ્યાર્થીઓની ઝૂલોજિકલ પાર્ક ની મુલાકાત જ્ઞાન, આનંદ અને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ વધારવાનો સોનેરી અવસર સાબિત થઇ
–
શૈક્ષણિક પ્રવાસના ભાગરૂપે પ્રોજેક્ટ ‘વિજ્ઞાન સેતુ – તાપી કે તારે’ અંતર્ગત પ્રથમ દિવસે ચેન્નાઇ પહોચેલા તાપી જિલ્લાના ૨૮ આદિજાતી બાળકોએ આજરોજ ચેન્નાઈ સ્થિત અરિગ્નર અન્ના ઝૂલોજિકલ પાર્ક ની મુલાકાત લીધી હતી. ખાસ બાબત એ છે કે, ૧૮૫૫માં દેશનો સૌપ્રથમ પ્રાણી ઉદ્યાન તરીકે સ્થાપિત આ પાર્ક દક્ષિણ-પૂર્વ એશિયાના સૌથી મોટા ઝૂ પૈકીનું એક છે, જે ૬૦૨ હેક્ટર વિસ્તારમાં ફેલાવાની સાથે સાથે આધુનિક તથા વૈજ્ઞાનિક સંચાલનમાં દેશનો શ્રેષ્ઠ ઝૂ ગણાય છે.
આજે વિદ્યાર્થીઓએ પાર્કના વિવિધ આકર્ષણો જેવા કે વાઈટ ટાઇગર અને હરણ સફારી, ૧૫ મીટર ઊંચી વાડવાળું વોક થ્રૂ એવિયરી, વર્ષાવનમા હોય તેવા ઘટાદાર વૃક્ષો, પક્ષીઓ માટે બનાવેલા પાણીના ઝરણાંનો અનોખો અનુભવ મળ્યો હતો. તેમણે ફોરેસ્ટ મ્યુઝિયમ, શાર્ક આકારના એક્વેરિયમમાં ૩૧ જાતના રંગીન માછલીઓ, એનિમલ હાઉસમાં સ્લેન્ડર લોરિસ, પોર્ક્યુપાઇન, સિવેટ બિલાડી અને ઘુવડ, તેમજ રેપ્ટાઇલ સેશનમાં એનાકોન્ડા, કિંગ કોબરા અને ઘડિયાળને જોયા હતા.
ખાસ કરીને આપણા વિસ્તારમા ન જોવા મળતા
વાઈટ ટાઇગર, માઉસ ડિયર, વૉલ્ફ, યલો એનાકોન્ડા, ઇન્ડિયન કોબ્રા, બેંગોલ ટાઇગર, ઇન્ડિયન રોક પાઇથોન, ગ્રે વુલ્ફ, ઇમુ વગેરે વિવિધ આવનાવા પશુપાક્ષીઓને જોઇ અચંબિત થઇ ગયા હતા. આ ઉપરાંત, બાળકોને વિદેશી પક્ષીઓ, બટરફ્લાય પાર્ક, વેટલેન્ડ એવિયરી અને જંગલ પક્ષીઓના વિભાગની મુલાકાતથી પ્રકૃતિ સંરક્ષણ પ્રત્યે નવી પ્રેરણા મેળવી હતી.
પાર્કના સ્થાનિક સ્ટાફ તથા ઇન્દુ એકલવ્ય મોડલ સ્કૂલના આચાર્યશ્રી રાજેન્દ્રકુમારએ બાળકોને આ પાર્કના મેનેજ્મેન્ટ દ્વારા પ્રાણીઓ, પર્યાવરણ અને મુલાકાતીઓની સુખાકારી માટે અપનાવવામાં આવેલા શ્રેષ્ઠ ઉપાયો/Best Practices વિશે જાણકારી આપી હતી જે માહિતી પણ બાળકો માટે જ્ઞાનવર્ધક રહી હતી. તેમણે પાર્કમા કચરાનું સંગ્રહ અને પ્રોસેસિંગ થતું ઘન કચરા વ્યવસ્થાપન, કુદરતી ખાતરનું ઉત્પાદન માટેનું યુનિટ, પાર્કમાં પ્લાસ્ટિક બોટલ ડિપોઝિટ સિસ્ટમ, વગેરે યુનિટની મુલાકાત લઇ પર્યાવરણ સંરક્ષણ, પ્રાણીસંભાળ અને ટકાઉ જીવનશૈલી પ્રત્યે ઊંડી સમજ કેળવી હતી.
આમ તો, સમગ્ર આદિવાસી સમાજ પ્રકૃતિ પ્રેમી હોય જ છે અને વનરાજી કે વનસંપદાનું જતન કરવા માટે વનવાસી બાળકોથી વધુ સમજાવુ પડતું નથી. પરંતું દેશના સ્થાપિત થયેલા સૌપ્રથમ પ્રાણી ઉદ્યાનનો પ્રવાસ બાળકો માટે જ્ઞાન, આનંદ અને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ વધારવાનો સોનેરી અવસર સાબિત થઇ ર