નવસારી
હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંગ’: નવસારી જિલ્લો
જિલ્લા માહિતી કચેરી નવસારી - બ્યુરો ચીફ પ્રિતેશભાઈ પટેલ

જિલ્લાની શાળાઓમાં રંગોળી સ્પર્ધાનું આયોજન : શાળાના વિદ્યાર્થીઓ હર્ષોલ્લાસ સાથે સ્પર્ધામાં જોડાયા
( નવસારી :૧૧/૦૮/૨૦૨૫) – નવસારી જિલ્લામાં ઠેરઠેર "હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા, સ્વચ્છતા સાથે
સ્વતંત્રતાની ઉજવણી"ની થીમ ઉપર સ્વતંત્રતા પર્વ શાનદાર ઉજવણી કરવામાં આવી રહી છે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત નવસારી જિલ્લાની ૮૦ થી વધુ શાળામાં રંગોળી સ્પર્ધા યોજાઈ હતી જેમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનિઓએ રંગોળી સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લઈને પોતાની સર્જનાત્મક શક્તિને ઉજાગર કરી હતી અને તિરંગાની થીમને ધ્યાને રાખી દર્શનીય રંગોળીઓ
બનાવી હતી.